Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંક્લેશ્વર પોલીસે દારૂના જથ્થા સાથે એક ની ધરપકડ કરી…..

Share

જો કે જથ્થો નામીઓ બુટલેગર અને ઝડપાયેલો શખ્સ અલગ હોવાની ચર્ચા ….

અંક્લેશ્વર શહેરપોલીસે ગડખોલ ગામની હદમાં રહેતા એક શખ્સનાં ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડી તેની અટકાયત કરી છે.પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંક્લેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અંક્લેશ્વરનાં ગડખોલ ગામે મીઠા ની ફેક્ટરી પાસે આવેલ રાધેક્રિષ્ના સોસાયટી બંગલા નં- 19માં રહેતા અરવિંદ શુકલાના ઘરે રેઇડ કરી હતી જેમાં દારૂની વિવિધ બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 124 કિં.રૂ|13,900 ઝડપાઇ ગયો હતો.શહેર પોલીસે આ જથ્થા સાથે અરવિંદ શુકલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ચાલતી ચર્ચા મુજબ આ જથ્થો અંક્લેશ્વર ના નામચીન બુટલેગર દિલુનો છે.અને એણે જ આ મકાન ભાડે લીધુ છે.પોલીસ આ દિશામાં પણ તપાસ કરે એ પણ જરૂરી છે.બુટલેગર ઝડપાય છે પરંતુ સપ્લાયર ઝડપાતા નથી એ પોલીસ તંત્રની મોટા માં મોટી નિષ્ફળતા છે ….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પાનોલી ઓવર બ્રીજ નજીકથી પોલીસે બાતમી ને આધારે રાજસ્થાની બુટલેગર ને ઝડપી લઈ વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૫લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે હતો

ProudOfGujarat

ભારતમાં બર્ડ ફ્લૂનું કેટલું છે જોખમ? WHO એ આપી ચેતવણી

ProudOfGujarat

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!