Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

Share

અંક્લેશ્વર નજીક આવેલ અંડાળા ગામ ખાતે રહેતા બે વ્યક્તિઓ રાત્રીના સમયે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળ્યા હતા તે દરમ્યાન અચાનક અજાણ્યા ફોર વ્હિલ વાહને બન્ને વ્યક્તિઓને અડફેટમાં લઇ તેમના મોત નિપજી આવ્યા હતા…

આ કરૂણ બનાવ અંગે વિગતે જોતા અંડાળા ગામ ખાતે રહેતા ભાનુ છગનભાઇ વાણંદ અને અરવિંદ વિઠ્ઠલભાઇ વાણંદ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ઘરેથી ચાલવા નિકળ્યા હતા તે દરમ્યાન હરીદર્શન સોસાયટી પાસેથી તેઓ પસાર થતા હતા તેવામાં પાછળથી પુરફાટ પુર ઝડપે બેફિકરાયથી ચલાવાતી એક ફોર વ્હિલ વાહને બન્નેને અડફેટમાં લેતા બન્ને ને ગંભીર ઇજાઓ પહોચતા ભાનુભાઇ વાણંદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અરવિંદભાઇ વાણંદને સારવાર અર્થે જયાબેન મોદિ હોસ્પિટલ માં લઇ જવાતા સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજ્યુ હતુ.બન્નેના મ્રુતદેહોને પોસમોટમ અર્થે મોકલી દેવાયા હતા ત્યારે આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વંઠેવાડ ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને નોટિસ પાઠવતા ચકચાર

ProudOfGujarat

ધ્રાંગધ્રા રથયાત્રાની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!