Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે થી પસાર થતા એક્ટિવા પર સવાર ઇસમો પાસેથી રામપુરી ચપ્પુ તેમજ એરગન મળી આવતા ચકચાર

Share

અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાતી હોય પોલીસ બંદોબસ્ત કરતા પોલીસ ના કર્મચારી રણજીત રામજી એ એક બેફામ રીતે હંકારાતી એક્ટિવા નં- જી.જે.-૧૬ બી.એલ.-૨૫૪૮ પુર ઝડપે હંકારતા તેને અટકાવી એક્ટિવા પર સવારની તપાસ કરતા તેણે પોતાનુ નામ જયદિપ ભરત વસાવા રહે.તાડ ફળીયુ,જુના સકરપોળ,બોરભાઠા જણાવ્યુ હતુ તેની પાસે એક્ટિવા અંગેના કોઇ કાગળ ન હતા.તેની પાછળ બેઠેલ વિધ્યાર્થીનું નામ પુછતા તેણે પોતાનુ નામ નવશા હુસેન હભુભકર ચૌહાણ રહે.એટ્લાન્સિસ લ્પોટ જી.આઇ.ડી.સી. તા.અંક્લેશ્વર જણાવ્યુ હતુ.બન્ને એક્ટિવા સવારની વારાફરથી તપાસ કરતા એક્ટિવા ચાલક જયદિપની અંગજડતી માંથી કાળા રંગનુ રામપુરી ચપ્પુ મળી આવ્યુ હતુ તેમજ પાછળ બેઠેલ નવશાની જડતી કરતા એક રામપુરી ચપ્પુ અને એક કાળા રંગની એરગન મળી આવી હતી.આ તમામ હથિયાર અંગે તેમની પાસે કોઇ આધારપુરાવા ન હતા તેમજ પુછપરછ દરમ્યાન સંતોષકારક જવાબ ન મળ્યા હતા એકે જણાવ્યુ હતુ કે એરગન મને મારા પિતાજી એ આપી હતી તેમજ રામપુરી ચપ્પુ અંગે કોઇ સંતોષકારક જવાબ ન મળતા રામપુરી ચપ્પુ તેમજ એરગન અને એક્ટિવા મળી કુલ રૂપિયા‌‌‌-૨૫૦૦૦ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે…

Advertisement

Share

Related posts

ગોધરા : રાહુલ ગાંધીની ED દ્વારા પુછપરછ મામલે જીલ્લા કોંગ્રેસના ધરણા.

ProudOfGujarat

શીતળાસાતમ ગયા બાદ પણ ઝધડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સીંગતેલ નથી આવ્યુ-તુવેરદાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!