અંકલેશ્વર તાલુકાના તાલુકાના કાપોદ્રા ગામ ખાતે પોતાના જમાઈ ઉઠી ગયા હોય જેની વિધિ માટે પોતાનું મકાન બંધ કરી ગયેલા યોગેશભાઈ શાંતિલાલ ભાઈ પરમાર કાપોદ્રા પરમાર ફળીયામાં જીઓ કોસંબા ખાતે મકાન બંધ કરી ગયા હોય રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘરે બેડરૂમ ના મુકી કબાટના લોકરો તોડી નાખી આશરે દસ તોલા જેટલું સોનું લઈ ફરાર થઈ જવા પામ્યા હતા અંદાજે 3 લાખ ઉપર ચોરી થતાં કાપોદ્રા ગામમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની ફરિયાદ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અંકલેશ્વર ડિવિઝનની પોલીસ હાલ ઓફિસમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ખાતેભારતદેશની પોલીસની ડી.જી કોન્ફરન્સમાં ગયેલ હોય ત્રણે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હાલ ઉચ્ચ અધિકારીઓના પોલીસ બંદોબસ્ત માં હોય ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે સરકાર નેતાઓ અને તેમજ અન્ય સંગઠનના પોલીસ પર કાપ મૂકે તો ચોરીની ઘટનાઓ અટકે એમ છે.પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે
Advertisement