આ બનાવ ના પગલે સર્વત્ર ચર્ચા ફેલાઇ ગઇ છે ….
હોટલોમાં યોજાતા પ્રસંગો સુરક્ષીત કે અસુરક્ષીત-ચાલતી ચર્ચા
અંક્લેશ્વર શાલીમાર હોટલમાં મોસાળના સોનાના દાગીના અને રોકડા નાણાની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો કુલ રોકડા અને સોનાનાં દાગીના મળી કુલ રૂપિયા ૯,૫૭,૯૧૨ ની ચોરી થતા સમગ્રલગ્ન પ્રસંગમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.આ અંગેની વિગત જોતા જી.આય.ડી.સી. પોલીસ મથક ખાતે ફરીયાદિ મુકેશભાઇ છગનલાલ જૈન રહે.સુરતીબજાર વૈષ્ણવ મંદિરની સામે,વ્યારા જિલ્લો-તાપી ની પોલીસ ફરીયાદ મુજબ તેઓ પોતે વાપી ખાતે મોબાઇલની દુકાન ધરાવે છે.ગત તારિખ ૧૧/૧૨/૨૦૧૮ ના રોજ મુકેશભાઇ ની ભાણી નમ્રતાબેન રહે.મધ્યપ્રદેશ ના લગ્ન અંક્લેશ્વર ખાતે રહેતા પારસ મેડિકલ ચલવતા રાજેશભાઇ ના પુત્ર સાથે નક્કી કરેલ આ લગ્ન પ્રસંગે મોસાળ અંગે શાલીમાર હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.મોસાળ પક્ષ ના માણસો તથા મહેમાનો હાજર હતા અને શાલીમાર હોટલના હોલમાં મોસાળનો સમય સાંજે ૫ વાગ્યાનો હોય એક થેલીમાં ઘરેણા તથા રોકડા રૂપિયા મુક્યા હતા જે ફરીયાદી મુકેશભાઇના બનેવી ચંદ્રકાંત બાવરેજાને આપ્યા હતા અને લગ્ન પુર્ણ થતા ફોટા વગેરે પડવ્યા હતા જેમાં થેલી વચ્ચે આવતા સોનાના ઘરેણા અને રોકડા નાણા ભરેલ થેલી સાઇડમાં મુકી હતી જે થેલી ૧૧/૧૨/૨૦૧૮ ના સાંજના સાત વાગ્યા થી રાત્રીના નવ વાગ્યા દરમ્યાનકોઇ ચોર ઇસમે ચોરી કરી હતી જે થેલીમાં રોકડા રૂપિયા-૪,૫૭,૦૦૦ તથા સોનાનુ હાથ પાન નંગ-૧,સોનાનાં કડા નંગ-૨,સોનાનો રોઝગોલ્ડ નંગ-૧,સોનાની વીટી નંગ-૫ હતી રોકડા નાણા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા-૯,૫૭,૯૧૨ ની કોઈ ઇસમે ચોરી કરી હતી પરંતુ લગ્ન પ્રસંગ હોવાથી જે-તે સમયે પોલીસ ફરીયાદ આપેલ ન હતી.લગ્ન પ્રસંગ પુરા થયા બાદ ફરીયાદ આપવામાં આવેલ છે ..