વાતાવરણમાં શીતળતા પ્રસરી
અંક્લેશ્વરમાં શનિવારે સવારે મેઘરાજાએ વિધિવત પ્રવેસ કરતાં વાતાવરણમાં અનેરી શીતળતા વ્યાપી ગય હતી અને લોકો આંનદમાં ઝુમી ઉઠ્યા હતા.
આમ તો અંક્લેશ્વરમાં એક સપ્તાહ પહેલા જ અરબી સમુદ્રમાં ઉત્પન થયેલ ડિપ્રેશનના અસરના ભાગ રૂપે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો.જો કે માંડ અડધો કલાકની એ રમઝટ બાદ આખુ અઠવાડીયું કોરુકટ અને ગરમીના ધખારા વચ્ચે વીત્યું હતુ ત્યારે શનિવારની સવારે અંક્લેશ્વરમાં ક્ષાણિકવાર સમીછાંટણા થયાં હતાં બાદમાં લગભગ સાડા દસ વાગ્યાનાં સુમારે મેઘરાજાએ વિધિવત પ્રવેસ કરતાં હોય એમ પ્રથમ જોરદાર ઝાપટું વરસાવ્યું હતું જેનાં લીધે વાતાવરણમાં શીતળતા ફેલાઈ ગઈ હતી લોકોએ છાપરા કે ઝાડની ઓસ લેવી પડી હતી.
શનિવારનાં સમગ્ર દિવસ દરમિયાન વાદળ છાયાં વચ્ચે વરસાદનાં પગલે શીતળતાં ફેલાઈ ગઈ હતી કેટલાક લોકોએ પ્રથમ વરસાદ માં ભીંજાવાનો લ્હાવો લીધો હતો ખાસા કરીને ખેડૂત લહેરખી ફેલાયેલી જોવા મળી હતી આમ પણ હવામાન ખાતાંની આગાહી મુજબ આ વર્ષ મોસમના ૯૭% જેટલો વરસાદ વરસવાની સંભાવના છે ત્યારે ખેતીની નીપજ પણ સારી થશે એ કારણે પણ ખેડૂત વર્ગ સારા વળતરની આશા રાખી રહ્યાં છે.