અંકલેશ્વર
12.12.2018
લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા તેમના બહુમાન સમારંભ માં જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી સહિતના રાજ્યના અન્ય ઉદ્યોગકારોમાં આનંદ ની લાગણી ફેલાઈ છે.
ઉદ્યોગકારો ને હવે નવા ઉદ્યોગ ની સ્થાપના માં કે હયાત ને વિસ્તરણ કરવા માટે ઓછા સમય માં અને ઓછી કાર્યાવહી થી થશે તેમજ વિવિધ નાણાકીય સહાય ની યોજનાઓ ના લાભ થકી હવે થઈ તેમના ખર્ચ માં ઘટાડો થશે . જેના થી નવા ઉદ્યોગો ની સ્થાપના થશે રોજગારી ની તકો વધશે. સરકાર ની આવક વધશે
આ નવી જાહેરાતો નીચે મુજબ ની છે.
(1). જીપીસીબી દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને CTE મેળવવા માંથી મુક્તિ આપવામાં આવી છે
આ જાહેરાતથી હવે એકસો પાંચ દિવસ માં મંજૂરી મળી જશે
(2) જુદી જુદી ડાઈઝસ્ટફને તેના ગ્રુપ પ્રમાણે મંજૂરીમાં જીપીસીબી દ્વારા આ મૂકવામાં આવી છે
આ યોજનાથી ટેકનીકલ કમિટીમાં ત્રણથી છ માસનો સમય લાગતો હતો હવે ટેકનીકલ કમિટીમાં ગયા વગર 15 દિવસમાં મંજૂરી મળશે
(3) જીપીસીબી દ્વારા દંડરૂપે મેળવેલ રકમની રાજ્યના પર્યાવરણ ની જાળવણી માટે ઉપયોગ કરવા નવી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે
જીપીસીબી દ્વારા પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો પાસેથી બેંક જપ્ત થયેલ ૧૫ કરોડની રકમ નો પર્યાવરણના સુધારા માટે ઉપયોગ કરવામાં આવશે જેનો સીધો ફાયદો કોમન એન્વાયરમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા નવી ટેકનોલોજી લાવનાર ને મળશે
(4) જીપીસીબી દ્વારા સીટીઇ( ફ્રેસ ) અને સી સી એ (રીનુંઅલ) ની અરજી ના નિર્ણયનો સમય 45 દિવસથી ઘટાડીને ત્રીસ દિવસ કરવામાં આવ્યો છે
(5) જીપીસીબી દ્વારા આપવામાં આવતી વેલિડિટી ઓફ કનસેન્ટ ના વર્ષોમાં વધારો કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે
આ નીતિથી ઉદ્યોગોને 5 ,10અને ૧૫ વર્ષ માટે આપવામાં આવશે જેથી ઉદ્યોગ ને વારંવાર મંજૂરી લેવા આવું ના પડે
6. અંકલેશ્વરમાં પાંચ 5 એમ.એલ.ડી અને પાનોલીમાં 1 એમ.એલ.ડી.ની ઔદ્યોગિક ગંદા પાણીના ની નવી મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવી છે
જેથી તેમનું વિસ્તરણ કરી શકશે આ માંગણી છેલ્લા એક દાયકાથી પડતર હતી
(7)વેરાવળ થી વાપી સુધી શુદ્ધિકરણ કરેલા ઔદ્યોગિક ગંદા પાણીના માટે 5500 કરોડની યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જાહેર કરવામાં આવશે
8.. જીઆઇડીસી દ્વારા ફળવાયેલા પ્લોટ ની ઉપયોગની સમય સમયમર્યાદામાં વધારો તથા કેપિટલમાં રિબેટ આપવાની યોજના
9. જીઆઇડીસી દ્વારા એકમોને પુનર્જીવિત કરવા રાહત
નાના ઉદ્યોગ એકમો જે અગાઉ વપરાશમાં આવેલ હોય પરંતુ એક યા બીજા કારણસર બંધ પડેલ હોય તેવા એકમો ને તબદીલ કરતી વખતે વપરાશની મહત્તમ મર્યાદા 20 ટકા માંથી દસ ટકા કરવામાં આવનાર છે
(10.) જીઆઇડીસી દ્વારા દંડકીય વ્યાજમાં રાહત
(11)જીઆઇડીસી દ્વારા સેટ ભાડે આપવાની યોજના અને એમ.એસ.એમ.ઈ માટે help desk
(12) જીઆઇડીસી દ્વારા આસિસ્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
(નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માં 80 ટકા સહાયમાં વધારો કરાયો)
આમ અંકલેશ્વર સહિતના ઉદ્યોગો કરો જે લાંબા સમયથી રાહ જોતા હતા તેઓ તેઓને માટે રાહતની થઈ છે
આજે વિવિધ ઔદ્યોગિક વસાહતોમાંથી ઉદ્યોગકારો આ થનાર યોજનાઓ અને યોજનાઓ માટે મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવા ગાંધીનગર ગયા હતા
જ્યાં અંકલેશ્વર ઔદ્યોગિક એસોસિયેશન ના પ્રમુખ મહેશભાઈ, ઝઘડિયા એસોસિએશનના પ્રમુખ શ્રી પન્જવાની સાહેબ અને પાનોલી ઔદ્યોગિક એસોસિએશન ના પ્રમુખ બી.એસ પટેલ સાહેબ તથા અન્ય એસોસિએશનના હોદ્દેદારો તથા ઔદ્યોગિક એકમો ના પ્રતિનિધિ ઓ એ મોટી સંખ્યા હાજરી આપી હતી
*અંકલેશ્વર ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખશ્રી શ્રી મહેશભાઈ ના જણાવ્યા મુજબ આ જાહેરાતોથી અંકલેશ્વરમાં પાંચ MLD નો જે વધારો કર્યો છે તેથી અને અન્ય જાહેરાતોથી નવા એકમો ની સ્થાપના અને વિસ્તરણ મા સરળતા રહેશે. તેમજ નવા બનનારા CETP માં 80 ટકા સુધી ની નાણાકીય સહાય મળશે અને આ નવા CETP શરૂ થવા થી ઔદ્યોગિક એકમો ને થતા ખર્ચ માં મોટો ઘટાડો થશે.*