ભરૂચ જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને ઈ.ચા. એલ.સી.બી પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.અઈ વાય.જી ગઢવી અને કે.જે.ધડૂક તથા સ્ટાફે મળેલ બાતમીના આધારે તાજેતરમાં થયેલ કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીના ઘરફોડ ચોરીનો ભેદ ખોલ્યો હતો, બાતમી મળી હતી કે બે ઈસમો એક રાધંણગેસનો બોટલ એક ટીવી કાપડામાં વિટાણીને મીરાનગરના રિક્ષાસ્ટેન્ડ નજીક ફરી રહ્યા છે. જેના આધારે પોલિસ ટીમે કામગીરી કરતા બે ઈસમો જેમા ભરત ઉર્ફે દિપક પરષોત્તમ વસાવા રહે. નવી સુરવાણી અને મહેશ વસાવા રહે. નવીસુવાણીએ આ બંન્ને મુળ રહે . શિનોર તાલુકાના જણાયુ હતા. તેમની સાથેના ગેસ બોટલ અને ટીવી અંગે પુછતાછ કરતા સંતોષ કારક જવાબ ન મળતા પોલિસે શકના આધારે તેમની અટક કરી હતા ત્યાર બાદ સઘન પુછપરછ કરતા તેઓએ કબુલ કરેલ કે ચારેક દિવસ અગાઉ કોસમડી નજીક આવેલ સંસ્કારધામ સોસાયટીના બંધ મકાનનું તાળુ તોડી મકાનમાથી ગેસ સિલિન્ડર ની ચોરી કરી હતી. પોલિસે કુલ રૂપિયા ૧૮૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને વધુ તપાસ અર્થે જીઆઈડીસી પોલિસ અંકલેશ્વરને સુપ્રત કરેલ છે.
અંકલેશ્વર જીઆઈડીસી નજીક આવેલ કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી પોલિસે ઉકેલ્યો…
Advertisement