દુર્ગંધ મારતી કચરાપેટીઓ અને ઠેર-ઠેર ઉકરડાથી બિમારી વધી…
પાલિકાનાં સેનીટેશન વિભાગનાં અધિકારી-કામદારો વચ્ચે સંકલનનો અભાવ…
અંકલેશ્વર નગરપાલિકા એક તરફ સ્વછતા અભિયાનને માટે મોટા ખર્ચા કરી એપ્લીકેશન બનાવી પ્રચારથી પ્રસેધ્ધિ મેળવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ હકીકત કંઈક ઔર જ છે.
છેલ્લાં દોઢ-બે મહિનાથી અંકલેશ્વરમાં વિવિધ બિમારીઓનું પ્રમાણ ચિંતાજનક કહી શકાય એ હદે વધ્યું છે. આ રોગો પાછળ મુખ્યત્વે શહેરનાં વિવિધ વિસ્તરોમાં ફેલાયેલી ગંદકી જ જવાબદાર છે. પાલિકાતંત્રનાં સેનીટેશન વિભાગનાં અધિકારીઓ અને સફાઈ કામદારો વચ્ચેનાં સંકલનનાં અભાવે અનેક ગંદકીમાં સબડી રહ્યાં છે. કચરો નાખવા માટે મુકાયેલી કચરાપેટીઓ માથું ફાડી નાખે એવી દુર્ગંધ ફેલાવી રહી છે અને એમાંથી કચરો ઉપાડવાની કામગીરી થતી નથી તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કચરાનાં ઢગલા જોવા મળે છે. સફાઈ કામદારો હાજરી પુરાવીને પછી પોતપોતાનાં અંગત કામે નીકળી જાય છે. જેના પર સેનેટરી ઈન્સ્પેક્ટરોનો કોઈ અંકુશ નથી.
બહેળી પ્રસિધ્ધિ મેળવવા માટે શરૂ કરાયેલી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સર્વિસમાં કચરો ઉઘરાવવા નીકળતી ગાડીઓ ક્યારે આવે છે અને ક્યારે કચરો જાય છે એની નાગરિકોને ખબર જ નથા પડતી. કોન્ટ્રાક્ટરને આ બાબતે કોઈ અધિકારી રોક ટોક પણ કરાતાં નથી.સેનીટેશન વિભાગમાં ફેલાયેલું અંધેરરાજ આખરે તો નાગરિકો માટે જ આરોગ્યનું જોખમ ઊભું કરી રહ્યું છે. શાસકો અધિકીરીઓનાં વૌકે અંકલેશ્વરનાં સેંકડો લોકો બિમારીઓનાં ભોગ બની રહ્યાં છે અને તબીબોને તડાકો પડી રહ્યો છે.
નગરનાં સ્લમથી લઈ પોશ વિસ્તાર સુધી પદાધિકારીઓ અને અધિકારીઓ પદયાત્રા યોનુને સાચી પરિસ્થિતિનો તાગ મળે એ અનિવાર્ય બન્યું છે. સ્વચ્છતાની એપ્લીકેશન થી જ નગરમાં સ્વચ્છતા જળવાતી હોય એવાં ભ્રમમાં રાચતા શાસકોએ વહેલી તકે એમાંથી બહાર આવવું જોઈએ અને નક્કર પગલાં લેવાં જોઈએ એવી વ્યાપક લોક્માંગ ઉઠી રહી છે.