રોડની કામગીરી વખતે જ વિરોધ કર્યો હોવાનો રહીસોનો દાવો
ચીફ ઓફિસર પ્રશાંત પરીખે સ્થળ તપાસ કરી.
અંક્લેશ્વર પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને કામ સોંપી દેવાયા બાદ યોગ્ય દેખરેખ ન રખાતાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે હરિક્રુપા સોસાયટીમા આર્થીક સમસ્યા ઊભી થઈ રહી છે
અંક્લેશ્વરનાં સંજયનગર ને અડીને આવેલી હરિક્રુપા સોસાયટીમા હાલમાં જ નવા રોડનુ બાંધકામ પુર્ણ તહ્યું છે જેમાં કોન્ટ્રાકટરનો અણઆવડતના કારણે પછી પાલિકા સત્તાધીસોની ફરજ પ્રત્યેની ઉદાસીનતા નાં કારણે ગંભીર ક્ષતિ ઊભી થઈ છે આ રોડ રહીસોના મકાનો કરતાં અઠી ફુટ જેટલો અધધધ… કહેવાય એટલો ઊંચો બની જતાં રહીસોમા ભારે આક્રોશ ફેલાઈ ગયો છે સામા ચોમાસે આટલો ઊંચો રસ્તો બનાવી દેવાતાં પાણીના ભરાવાની સમસ્યા નિશ્ચિત રૂપે સામે દેખાઈ રહી છે સ્થાનિક રહીસોના જણાવ્યા અનુસાર તેમણે આ રોડનુ નિર્માણ શરૂ થયું ત્યારે જ વિરોધ કર્યોં હતો અને ત્યાં સુધી જણાવ્યુ હતુ કે અમારે રસ્તાની જરૂર નથી તમે અત્યારે લઈ જાવ પણ કોઈ એ અમારી રજુઆત સાંભળી ન હતી.
હરિક્રુપા સોસાયટીમા આસમ્સ્યાને લઈ લોકો ભારે ગુસ્સામા છે. આ અંગે હોબાળો મચતાં છેવટે પાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખ હરિક્રુપા સોસાયટી ખાતે જઈને આખી પરિસ્થિતિનુ અવલોકન કર્યું હતું લોકોએ પણ તેમની સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી તેમણે લોકોને આ સમસ્યાનો કોઈ રીતે સમાધાનની બાહેધરી આપી હતી
ચીફ ઓફિસર પ્રશાંત પરીખે આ અંગે એક વાતચીત મા જણાવ્યું હતુ કે ટેકનિકલ માર્ગદર્શન લઈને સમસ્યાનો નિકાલ શી રીતે લવાય એ નક્કી કરાશે.
એક વાત તો નક્કી જ છે કે આ રોડ બનતો હતો ત્યારે સ્થાનિક રહીસોને વિરોધ હતો રજુઆતોને પાલિકાનાં અધિકારિઓએ ધ્યાન પર લીધી જ નથી વધુમાં પાલિકાનાં જ સુપરવાઈઝર પણ આ રોડ બનતો હતો ત્યારે ધ્યાન આપ્યું નથી. જો ધ્યાન આપ્યું હોત તો આજે રહીસોને આ સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોત દિન-પ્રતિદિન અંક્લેશ્વર પાલિકાનો વહીવટ બેજવાબદાર અધિકારિઓ અને પદાધિકારિઓ નાં લીધે ખોડે જઈ રહ્યોં હોવાનો આ સૌથી મોટો પુરાવો છે હવે સત્તાધીસો કે અધિકારિઓ શું કરે છે એ જોવું રહ્યું.