ભરૂચ પોલિસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવવા અંગે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જેના એક ભાગ રૂપે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ડી,વાય. એસ.પી એલ.એ. ઝાલા ની સુચના હેઠળ અંકલેશ્વર શહેર પોલિસ સટાફના માણસોએ સીસીટીવી ફોટેજના આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મારૂતિ વાન પસાર થતા તેને ઊભી રાખી તેમા બેઠેલ વ્યક્તીની તપાસ કરતા તેના નામ ફૈયાઝ યાસીન દિવાન રહે. કાપોદરા અંકલેશ્વર અને ફ્રાન્સીસ ઉર્ફે રાહુલ ગ્રેબીયલ ડિસોઝા રહે. બસ સ્ટેન્ડ સામે અંકલેશ્વર આ બંન્ને આરોપી લુટના બનાવોમા સંડોવાયેલા હોવાનુ જણાયુ હતુ. જે પૈકી ફ્રાન્સીસ ઉર્ફે રાહુલ અગાઉ વાહન ચોરીના બનાવમાં પણ સંડોવાયેલો જણાયો હતો. આરોપીઓ પાસેથી સેમસંગ કંપનિનો મોબાઇલ ટાયર નંગ ૨ તેમજ ગુનાના કામમા વપરાયેલ મારૂતિ વાન રિકવર કરેલ છે. આ કામગીરીમા ઈન્ચાર્જ પોલિસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયા તેમજ તેમના સ્ટાફે કામગીરી બજાવી હતી.
લુટના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને શોધવામાં અંકલેશ્વર શહેર પોલસને સાંપડેલ સફળતા…
Advertisement