અંકલેશ્વર સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઇસિંગ બોર્ડ ખાતે લાભપાંચમ નિમિત્તે સામાજીક અગ્રણી અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું.
ગણેશ અગ્રવાલ દ્વારા છેલ્લાં ૧૮ વર્ષથી નિયમિત રીતે આ ભંડારાનું આયોજન ગુજરાત હાઉસિંગ બોર્ડ માં કરાય છે. આ ભંડારામાં હિંદુ-મુસ્લીમ સહિત તમામ કોમનાં હજારો લોકો ઊમટી પડયા હતાં. ગણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકોમાંથી વૈમનસ્ય દુર થાય, ભાઈચારાની લાગણી મજબુત બને અને કોમી એખલાસની ભાવના સૌનાં હ્ર્દયમાં ચિરસ્થાયી બને એ હેતુથી જ દર વર્ષે આ ભંડારાનું આયોજન સાર્વજનિક રીતે કરાય છે જેમાં નાત-જાતનાં ભેદભાવ વિના સૌ સાથે મળી ભંડારાનો આનંદ ઉઠાવે છે.
Advertisement