પાલિકા તંત્રીનાં અધિકારિઓ ધારાધોરણો વિનાનાં ઝભલાં માટે ઉદાસીન
એક દિવસ પેપર બેગ વિતરણ કરી સંતોષ માન્યો
એક તરફ પર્યાવરણની સુરક્ષા માટે સરકાર “નો પ્લાસ્ટિક” અભિયાન ચલાવી રહી છે. ત્યારે અંક્લેશ્વરમાં ઠેરઠેર સરકારનાં ધારાધોરણનો ભંગ કરતાં પ્લાસ્ટિકના ઝભલા ખુલ્લેઆમ વપરાતાં જોવા મળી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણને દિવસે “નો પ્લાસ્ટિક”નાં અભિયાન સાથે સંકળાયા બાદ સમગ્ર દેશમાં અને ગુજરાત માં પણ રાજ્ય સરકારે આ જ થીમ પર ઝુંબેશ શરૂ કરી છે. અનેક શહેરોમાં ૫૦ માઈક્રોનનાં નિયમ ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી અત્યંત પાતળી પ્લાસ્ટિકની થેલીથી લઈ અન્ય ચીજો સામે સંબંધીત તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે અંક્લેશ્વરનું પાલિકાતંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે.
અંક્લેશ્વરની એક પણ લારી, ફેરીયાઓ કે દુકાનદારો એવાં નથી કે જેઓ પ્લાસ્ટિકની બેગ્સનો ઉપયોગ કરતાં નથી સરકારના નિયમ મુજબ ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ હોવાઅ છતાં અંક્લેશ્વરમાં એનો અમલ થતો નથી ખાસકરીને પ્લાસ્ટિકનાં ઝભલાં કહેવાની બેગ્સ બેફામ વપરાશ અંક્લેશ્વરમાં થઈ રહ્યોં છે જેનાથી પાલિકાનાં અધિકારિઓ તેમ જ પદાધિકારિઓ પણ વાકેફ છે આમ છતાં હેરતનીક બાબત એ છે કે અંક્લેશ્વર પાલિકા દ્વારા આ દિશામા કહી કોઈ તપાસ કે કાર્યવાહી થતી જોવા મળી નથી. ઉનાળો વીતી ગયો ત્યારે હજુ સુધી કાર્બાઇડ થી પકવાતી કેરીઓની તપાસ થઈ નથી. સરકારે પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકસાન અંગે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે પરંતુ અંક્લેશ્વર પાલિકાએ ફક્ત એક દિવસ પેપર બેગ વહેંચીને અને બીજાં દિવસે ફેરીયાઓ,દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાં અંગે સલાહ અપીલ કરીને સંતોષ માની લીધો છે. હોલસેલર્સને ત્યાં પણ ચેંકીગ થતું નથી અ યોગ્ય બાબત છે.
અંક્લેશ્વર પાલિકાના સેનીટેશન ઈન્સ્પેકટર સહિત સ્ટાફ તદન જ સુષુપ્તા વસ્થાંમાં સરી ગયો હોય એમ જન આરોગ્યને જનતાનાં જ ભરોસે છોડીને બેસી ગયાં છે. ત્યારે તેમને હડ્દોલો મારીને એમની ફરજ યાદ કરાવવા માટે પદાધિકારિઓ જાગરો કે તેઓ પણ કુંભકર્ણની નિદ્રામા જ રહેસે એ જોવું રહ્યું