Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં છઠપૂજાની પરપ્રાંતિયો દ્વારા ઉજવણી કરાઈ…

Share

નર્મદા નદી અને નહેરોમાં પાણીની અછત પૂજામાં અડચણ બની…

વિવિધ પરપ્રાંતિય વિસ્તારોમાં કૃત્રિમ કુંડ બનાવી પૂજા કરાઈ…

Advertisement

અંકલેશ્વર શહેર-તાલુકા વિસ્તારમાં વસતાં હજારો પરપ્રાંતિયો દ્વારા તેમનાં માટે અત્યંત મહત્વની છઠપૂજાની ઉજવણી શ્રધ્ધા પુર્વક કરાઈ હતી.

અંકલેશ્વર એક ઔધ્યોગિક વિસ્તાર હોવાનાં લીધે સમસ્ત દેશભરમાંથી અહી રોજીરોટી મેળવવાં માટે લોકો ઊમટે છે જેમાં પૂર્વોત્તરનાં રાજ્યોનાં લોકોની સંખ્યા સૌથી વધુ છે. અંકલેશ્વરમાં ૨૫ હજારથી વધુ પરપ્રાંતિયો પૂર્વોત્તરનાં છે. જેમનાં માટે દિવાળી પછીની છઠની પૂજાનું વિશેષ અનન્ય મહત્વ છે. મંગળવારે આ પરપ્રાંતિય પરિવારો એ શ્રધ્ધા અને હર્ષોલ્લાસભેર છઠ પૂજાની ઉજવણી કરી હતી. ઉત્તરભારતીય લોકોએ ગડખોલ પાટિયા, નર્મદા નદી, રાજપીપલા ચોકડી ખાતે તળાવમાં સંધ્યાસ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી. અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિધ્યાવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોસમડી ખાતે છઠ પૂજા નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ઉત્તરભારતના ૬ જેટલાં પ્રખ્યાત ગાયકોએ ભજન-કિર્તનની રમઝટ બોલાવી હતી.

જો કે છઠ પૂજામાં નર્મદા નદી તેમજ કેનાલમાં પાણીની અછતની અડચણ ઉત્તરભારતીય સમાજને સહેવી પડી હતી. હજારો લોકો છઠ પૂજાની ઉજવણી વિધિવત કરી શકે એ માટે કેટલાંક સ્થળે કૃત્રિમ જળાશયો અને કુંડ પણ તૈયાર કરાયાં હતાં.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં કોરોના પોઝીટીવનાં લક્ષણો જાણતા હડકંપ.

ProudOfGujarat

મોડાસા લાયન્સ ક્લબ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!