=>કાપોદરા ખાતે યોજાયેલા વ્યસનમુક્તિ અને ઘરે ઘરે ગાયો પાળવાના સંદેશના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા.
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ કોમી એકતા અને ઘરે ઘરે ગયો પાળોનો સંદેશ સાથે એક કાર્યક્રમ મોટામિયા માંગરોળના ગાદી વારસ હાજી કદીર પીરઝાદાની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ ઉમટી પડ્યા હતા.
કોમી એકતા, ભાઈચારો અને વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી મોટામીયા માંગરોળના ગાદી વારસ હાજી કદીર પીરઝાદાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના કાપોદ્રા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કૉંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, અંકલેશ્વર પાલિકાના વિપક્ષીનેતા ભૂપેન્દ્ર જાની, અગ્રણી મગન માસ્તર સહિત મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કદીર પીરઝાદાએ લોકોને વ્યસન મુક્તિ, ઘરે ઘરે ગાયો પાળોઅને ભાઈચારો કેળવવા માટે આહવાન કરી સંદેશો આપ્યો હતો.
વધુમાં કદીર પીરઝાદા એ જણાવ્યું હતું કે આ પરંપરા 1957 થી હું ચલવુ છુ અને આ પરંપરા મારા બાપ દાદા વખત થી ચાલતી આવે છે અને સમગ્ર ગુજરાત માંથી અહીંયા આદિવાસી અને દલિત લોકો આવે છે અને અહીંયા ખભે થઈ ખભે મિલાવી ને રહે છે વધુ માં એમને કહ્યું હતું કે જાન્યુઆરી મહિના માં એકલબાર થી ગૌશાળા શરૂ કરે છે અને એમના મુખ્ય મહેમાન રામકથા ના માહિર મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે અને હિન્દુસ્તાન ના ઈતિહાસ માં પ્રથમ વખત દરગાહ પર ગૌશાળા શરૂ થઈ રહી છે.