Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

Share

ટોલ સંચાલકોએ રાખેલાં પરપ્રાંતિયો દ્વારા બોલાચાલીથી લઈ ધોલધપાટની વધુ ઘટના…

સ્થાનિક લેન્ડ લુઝર્સ ટોલ બુથ પર રોજગારી જ નથી અપાતી…

Advertisement

અંકલેશ્વર ભરૂચને જોડતાં નવનિર્મિત કેબલબ્રિજનાં અંકલેશ્વર છેડે બનાવાયેલ ટોલનાકાં પર વાહન ચાલકોની હેરાનગતીની ઘટનાઓમાં વધારાની બુમ ઉઠવા પામી છે.

કેબલબ્રિજ પર ટોલનાકાની શરૂઆત થઈ ત્યારથીજ એ વિવાદમાં છે ટોલનાકા સામે વિરોધ પ્રદશનો પણ થયાં હતાં. કેબલબ્રિજ માટેની તમામ ગ્રાંટ કેન્દ્રની UPA સરકારે મંજુર કરી હતી અને લોકોનાં કરવેરાનાં નાણાં તથા સરકાર તરફથી ફાળવાયેલાં નાણાથી જ આ કેબલબ્રિજ બન્યો હોવાથી ટોલ વસુલવું એ અયોગ્ય છે. આ ટોલનાકા સામેનો વિરોધ હાલ રમી ગયો છે પરંતુ એનો કોન્ટ્રાક્ટ જેણે લીધો છે એની નીતિ સામે હવે લોકોમાં રોષ વધ્યો છે એક તો સંચાલકો એ બ્રિજ માટે જમીન ગુમાવનાર લેન્ડલુઝર્સ નાં સંતાનોને નોકરીથી વંચીત રાખ્યાં છે ટોલબુથ પર હાલ ૨૦૦ જેટલા કામદાર છે જેમાં સથાનિકો માંડ ૨૫ થી ૩૦ જેટલાં છે. બાકીના કામદારો યુપી-બિહારથી લવાયેલાં પરપ્રાંતિયો છે જેઓ જંગલરાજની જેમ વાહનચાલકો સાથે ઉધ્ધત અને ઉદંડ વર્તન કરે છે નાની સરખી બોલાચાલી પણ થાય તો વાહનચાલકો સાથે ધોલધપાટ કરી જાણે યુપી-બિહારનું રાજ હોય એવી દાદાગીરી કરે છે અને કોઈ રોકટોક ન હોવાથી આવી ઘટનાઓ વધી રહી છે. સ્થાનિકોને રોજગારી અને પરપ્રાંતિય કામદારોની દાદાગીરી ઉપરાંત જે સ્થાનિકોને નોકરીએ રાખ્યા છે તેમની પાસે ૧૨-૧૨ કલાક નોકરી કરાવીને પરપ્રાંતિયો કરતાં અડધોજ પગાર ચુકવે છે. આ બધી સમસ્યાઓને લઈને લેન્ડલુઝર્સ તેમજ અન્ય સ્થાનિકોએ ઝાડેશ્વરનાં પૂર્વ સરપંચ અને આગેવાન નરેશ પટેલે ટોલબુથનું સંચાલન હાલ જે કરે છે એ શુક્લાને ટેલીફોનિક સંપર્ક સાધતાં તેણે પોતે દિવાળી પછી મળવાનો જવાબ આપ્યો હતો. નરેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સ્થાનિક લેન્ડલુઝર્સ ને નોકરી ઉપરાંત પરપ્રાંતિય કામદારો દ્વારા વાહનચાલકો સાથે કરાતાં અસભ્ય વર્તન અંગે જિલ્લા કલેક્ટરને પણ ટુંક જ સ્મયમાં રજુઆત કરવામાં આવશે અને સ્થાઅનિકો આ બાબતે આંદોલન પણ કરે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર સ્થાનિકોને વધુ ને વધુ રોજગારી મળે એ માટે ઉધ્યોગથી લઈ આવાં ટોલબુથનાં સંચાલન સુધી નોકરીમાં રાખવાની હિમાયત કરે છે અને એને લગતાં કાયદા પણ બનાવે છે પરંતુ એનો અમલ કરનાર સામે પગલા પણ લેવાતાં નથી અંકલેશ્વર છેડાનાં ટોલબુથ પર વળી પરપ્રાંતિયોની ગુંડાગીરી વધતાં વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યાં છે ત્યારે આ બાબતે હવે જિલ્લા કલેક્ટર સત્વરે હસ્તક્ષેપ ન કરે તો સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચે એવી સંભાવના નકારી શકાતી નથી.


Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995 માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

ProudOfGujarat

ભરૂચ ની આસપાસના જીઆઇડીસી વિસ્તારોમાં કોમ્બિંગ કામગીરી દરમિયાન છ હજારથી વધુ લોકોને દંડ ફટકારતી જિલ્લા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!