સત્તાધીસોએ ફટાકડાના સ્ટોલ માટે જમીન ભાડે લઈ ધંધો કર્યો…
સ્ટોલ દીઠ ૫૦૦૦ રૂ ઉઘરાવી મિશન કંમ્પાઉન્ડ ખાતે માત્ર રૂ. ૧૨૦૦…
અંકલેશ્વર નગર પાલિકા હાલ મૂડીવાદી શાસકોનાં હાથમાં હોય એમ લાગી રહ્યું છે. ફટાકડાનાં સ્ટોલ બાબતે સત્તાધીસો રીતસરનાં એજન્ટ બની તગડુ કમિશન પાલિકાનાં નામે ખાઈ રહ્યાં છે.
અંકલેશ્વર નગરપાલિકા એ ફટાકડાનાં સ્ટોલ માટે મિશન કંમ્પાઉન્ડ જે ખ્રીસ્તી ટ્રસ્ટની માલિકીનું છે એના પર ફટાકડાનાં વેપારીઓને સ્ટોલ ઊભા કરવાની મંજુરી વહીવટી રીતે આપી છે. પાલિકા રૂ. ૫૦૦૦ એક સ્ટોલ દીઠ ભાંડુ વહીવટી ચાર્જ તરીકે વસુલે છે અને મિશન કંમ્પાઉન્ડ ટ્રસ્ટને સ્ટોલદીઠ માત્ર રૂ. ૧૨૦૦ નું ચુકવણું કરે છે હાલ ફટાકડાના ૪૫ સ્ટોલ્સ મિશન કંમ્પાઉન્ડ માં છે એનો હિસાબ ગણવામાં આવે તો પાલિકાએ વહીવટી ચાર્જ તરીકે રૂ. ૨,૨૫,૦૦૦ ઊઘરાવ્યા છે સામે રૂ. ૫૦૦૦ ની રસીદ અને ફાયરટેન્ડર ચુકવવાનાં લુલા કારણો બતાવે છે. જો કે ફાયરટેન્ડર ચુકવવું એ પાલિકાની ફરજમાં આવે છે વહીવટી ચાર્જમાં નહિ જ્યારે જેની જમીન છે એવાં મિશન કંમ્પાઉન્ડ ટ્રસ્ટનાં ફાળે રૂ. ૧૨૦૦ લેખે માત્ર રૂ. ૫૪૦૦૦/- જ આવ્યાં છે. આમ અંકલેશ્વર નગરપાલિકા શાસકોએ રસીદ અને ફાયરટેન્ડર ચુકવા માટેનું બહાનું આગળ ધરી રૂ. ૧,૭૧,૦૦૦ નો ધંધો કરી લીધો જે યોગ્ય છે ખરો.?
આ અંગે પાલિકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓને પુછતાં તેઓએ ગલ્લાંતલ્લાં કરીને લુલાં બચાવ કર્યાં હતાં જો કે પાલિકા જેવી સંસ્થા જ મૂડીવાદી શાસકોનાં સંકજામાં જાય ત્યારે “ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી” એવાં દિવસો આવે એમ હવે લાગી રહ્યું છે.