વીજલન્સ ઓફિસર રજા પર જતાં જેને ચાર્જ સોંપાયો એ પણ શંકાસ્પદ…
દિવાળી ટાણે જ GPCB ની નીતિથી મંદીગ્રસ્ત ઉધ્યોગોને વધુ હેરાનગતી….
જેની ઉપર ભ્રષ્ટાચારનાં છાંટા ઉડ્યા છે એવાં એક અધિકારી ને જ GPCB દ્વારા વીજલન્સ ઓફિસરનાં ઈન્ચાર્જ બનાવી દેવાનાં મામલો વિવાદ સ્પદ બન્યો છે.
મળતી માહીતી અનુસાર GPCB નાં દક્ષિણ ગુજરાતનાં વીજલન્સ ઓફિસર હાલ રજા પર છે અને એમનો ચાર્જ એમની નીચેના જ એક અધિકારીને સોંપાયો છે. જે અધિકારીને ચાર્જ સોંપાયો છે એમના પર પણ ભ્રષ્ટ વહીવટનાં છાંટા ઉડી ચુક્યા છે. ત્યારે GPCB ની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઊઠી રહ્યાં છે. એક તરફ હાલમાં સુરતથી વડોદરા જતાં GPCB નાં અધિકારી આર.એમ.પટેલને વડોદરા ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રોકડ રકમ તથા ભેટ સોગાદ સાથે રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હજુ ઘણાં GPCB અધિકારીઓ ACB નાં રડારમાં છે ત્યારે હવે GPCB દિવાળી ટાણે જ ભ્રષ્ટાચારનાં છાંટા ઉડ્યા હોય એવાં જઓફીસરને આ રીતે ગુજરાત ઝોનનાં તમામ ઈન્ડસ્ટ્રીઝનાં ઈન્ચાર્જ બનાવીને GPCB કઈ દિશામાં જઈ રહી છે એ વિચારવું રહ્યું. બીજી તરફ દિવાળી ટાણે જ ઉધ્યોગોમાં GPCB આંટાફેરા એ હદે વધી ગયાં છે કે ઉધ્યોગપતિઓ ત્રાસદાયી પરિસ્થીતિનો સામનો કરી રહ્યાં છે. એક તરફ ઉધ્યોગ-ધંધામાં મંદીનો માહોલ છે અને એવાં સમયે GPCB ની હેરાનગતી ઉધ્યોગપતિઓ માટે પડતાં પર પાટું સમાન બની રહી છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હંમેશા પ્રદુષણ અને ભ્રષ્ટાચારનાં વિવાદોમાં ઘેરાયેલુ જ રહે છે એમાં પણ એક અધિકારી ACB નાં છટકામાં ઝડપાતા હવે GPCB એ પોતાની છબી ચોખ્ખી કરવાની જરૂર છે પરંતુ આવાં અધિકારીઓને ચાર્જ સોંપીને GPCB પોતે વિવાદનાં કેન્દ્રમાં સપડાવવાની નીતિ અખત્યાર કરે છે એમ હાલ તો ઉધ્યોગવર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.