હાલમાં જ દિવાળીની દેશભરમાં ઉજવણી થઈ ગઈ મહિલાઓ દ્વારા પોતાના ઘરના આંગણામાં રંગોળી ચિત્રો બનાવી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી પરંતુ ગુજરાતમાં જન્મેલી હાલમાં ઇન્ડોનેશિયા ખાતે રહેતી નિશાબેન પવન ભાઈ બજાજ દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે રાજકીય પ્રાકૃતિક પર્યાવરણ સામાજિક આગેવાનો તેમજ ફિલ્મોની દુનિયા ઉપર રંગોળી દ્વારા પોતે બનાવેલી રંગોળી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે ગત વર્ષે રિલીઝ થયેલી બાહુબલી ફિલ્મનું એક પાત્ર કટપ્પા ની મૂર્તિ બનાવી આકર્ષણનું કેન્દ્ર બની હતી હાલમાં જ ભારત ભર માં રીલીઝ થયેલી અમીતાભ બચ્ચન ની ઠગ ઓફ હિન્દુસ્તાન નામની ફિલમનું પોસ્ટર બનાવીને ફરી વાર એણે પોતાની કળા ના દર્શન કરાવી દીધા છે એમને બચપણથી જ રંગોળી બનાવવાની એક કળા બતાવી છે અત્યાર સુધી જીવનમાં એમણે ગાંધીજી મધર ટેરેસા અમિતાભ બચ્ચન કુદરતી દ્રશ્યો અનેક ફિલ્મોની તેમજ અનેક ઘટનાઓની રંગોળી બનાવી ને ખૂબ જ બહોળી પ્રસિધ્ધિ મેળવી છે હાલમાં નિશાબેન અંકલેશ્વરથી પોતાના પતિસાથે વિદેશમાં ઈન્ડોનેશિયા ખાતે ગયા છે.એમણે ત્યાં પણ ઠગ ઓફ હિન્દુસ્તાનનું પોસ્ટર બનાવીને ભારતીય સંસ્કૃતિ ના દર્શન કરાવ્યા હતા. ત્યાંથી રંગોળીના ફોટા સોસીયલમીડીયા ના માધ્યમથી પત્રકારોને મોકલી હતી.
હાલમાં જ દિવાળીની દેશભરમાં ઉજવણી થઈ ગઈ મહિલાઓ દ્વારા પોતાના ઘરના આંગણામાં રંગોળી ચિત્રો બનાવી આકર્ષણનું કેન્દ્ર બની હતી .
Advertisement