Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧ લાખ ઉપરાંતની કરી ચોરી

Share

તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ૨ લાખ ૧૬ હજારની મતા પર હાથ ફેરો કરી ફરાર

Advertisement

અંકલેશ્વરના શક્તિનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શક્તિનગરના મકાન નં. બી-૧૫ માં રહેતા વસંતભાઈ ગજ્જર તેમનું મકાન બંધ કરી પરિવારજનો સાથે કામ અર્થે ગયા હતા.દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરની અંદર પ્રવેશી, બે બેડરૂમમાં મુકેલ તિજોરીઓ ખોલી તેમાં રહેલ સામાન વેર-વિખેર કરી નાંખ્યો હતો.તસ્કરોએ તિજોરીમાં મુકેલ રૂપિયા ૮૯ હજાર ૪૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને સ્ટીલના ડબ્બામાં મુકેલ રૂપિયા ૨૭ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ મકાન માલિક વસંતભાઈને થતાં તેઓ તતાક્લિક પોતાના ઘરે દોડી આવ્યા હતા. બાદમાં અંકલેશ્વર શહેર પોલીસને ચોરી થયાની જાણ કરતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.અને મકાન માલિકની ફરિયાદ્દ લઈ તસ્કરોનું પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, મકાન માલિક વસંત ગજ્જરે કુલ રૂપિયા ૧ લાખ ૧૬ હજાર ૪૦૦ની ચોરી થયાની અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેતી હાલમાં તો પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂં મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

હાંસોટ બી. આર. સી.ભવન ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

ProudOfGujarat

સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક યોગ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચનો આ છે વિકાસ…ગંદકી વચ્ચેથી પસાર થઈ શિક્ષણ લેવા બાળકો મજબુર બન્યા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!