સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ 10 થી 50 વર્ષની મહિલાને શબરીમાલા મંદિરમાં પ્રવેશના વિરોધ્ધમાં રેલી યોજાય.
દક્ષિણના હિન્દુ સમાજ અને આર.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે સૂત્રોચ્ચાર,બેનર સાથે સંસ્કૃતિને જાળવવા કરાયો પ્રયાસ.
ભરૂચ જિલ્લામાં વસતા કેરળના અયપ્પા ભગવાનના ભક્તો દ્વારા દરેક ગામથી અંકલેશ્વર નવજીવન ગ્રાઉન્ડ ખાતે સંમીલીત થઈ સુપ્રીમ કોર્ટના હાલમાં શબરીમાલા અયપ્પા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ આપવાના ચુકાદાને ખોટો ઠેરવી તેના વિરોદ્ધમાં નામ જાપ યાત્રા સંસ્કૃતિની જાળવણી કરવા કાઢી હતી.
કેરળમાં પમ્પા નદીના કિનારે સરોવરની બાજુમાં પહાડ પર સબરીમાલા અયપ્પા મંદિરનું સ્થાન છે.જેની સ્થાઓના પરશુરામભગવાને કરી હતી.હિન્દૂ ધર્મ સંસ્કૃતિ મુજબ બ્રહ્મચારી સ્વરૂપ અયપ્પા ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જે હજારો વર્ષોથી આ મંદિરમાં 10 થી 50 વર્ષની માહિલાઓને પ્રવેશ હતો નહિ .પરંતુ તે ધર્મ સંસ્કૃતિને તોડવા માટે એક દિલ્હીના ધારાશાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં પી.આઈ.એલ કરતા ચુકાદો તેની તરફે આવતા આખો દક્ષિણ ભારત હિન્દૂ સમાજ ચિંતિત છે.આ ચુકાદાને નહીં માનનારા હિન્દૂ સમાજને કેરળની સરકાર બળજબરી પૂર્વક મનાવવા પ્રયાસો કરી રહી છે.આમ અયપ્પા ભગવાનની પરંપરાને અખંડ રાખવા દક્ષિણ ભારતમાં વસતા દરેક હિન્દૂ સમાજે કમરકસી નામ જપ યાત્રા શરૂ કરવામાં આવી છે.આ યાત્રામાં અયપ્પા સેવા સમાજ,શ્રી નારાયણા ગુરુ સમાજ,નાયર સમાજ અને અંકલેશ્વર અને ભરૂચ અયપ્પા મંદિર સમિતિ ,આર.એસ.એસ. અને દરેક હિન્દૂ સમાસ જોડાયા હતા.
તા.28/10/2018 ના રોજ નવજીવન ગ્રાઉન્ડ જીઆઈડીસી અંકલેશ્વર ખાતે શબરીમાલા અયપ્પા મંદિરમાં 10 થી 50 વર્ષની સ્ત્રીઓને પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના ફેસલાની વિરૂધ્ધમાં સંઘ પ્રેરિત શબરીમાલા અયપ્પા મંદિર સેવા સમાજ દ્વારા રેલીનું ( નામ જપ યાત્રા )આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ભરૂચ જીલ્લાના હિન્દૂ સમાજના સર્વે ભાઈ બહેન સંમીલીત થઈ સ્વામીએ અયપ્પો શરણમ શરણમ અયપ્પા સૂત્રોચ્ચાર કરી રેલી નવજીવન ગ્રાઉન્ડ થી શરૂ થઈ ,જલધારા ચોકડી,સરદાર પાર્ક,જીઆઈડીસી પોલીસ સ્ટેશન ચોકડી,નવસર્જન ચોકડી, માનવમંદિર છેલ્લે નવજીવન ગ્રાઉન્ડ સમાપ્ત કરાઈ હતી.