અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી ઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા હતા ૬૨ જેટલા તલાટીઓ આમાં જોડાતા અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં આજથી તમામ પ્રકારના કામકાજથી વિમુખ રહેવાથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડશે તલાટીઓની પડતર માંગણીઓ માં પ્રમોશન મુદ્દો પેન્શનનો મુદ્દો ફિક્સ પગાર તેમજ તલાટી ના પરિપત્ર મુદ્દાઓ તથા જુની પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપતું નથી જેનાથી આજરોજ અંકલેશ્વર તલાટી ગણ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાઈ જવા પામ્યા હતા અને ચાવીઓ પણ જમા કરાવી દેવામાં આવી હતી આ અંગે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઇ જણાવ્યું હતું કે સરકાર અમારી તમામ માગણીઓ ન સંતોષે ત્યાં સુધી તલાટી-કમ-મંત્રી ઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર રહેશે ભરૂચ જિલ્લાના ૬૦૦ જેટલા તલાટી કમ મંત્રી આ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા
અંકલેશ્વર તાલુકા તલાટીઓની અચોક્કસ મુદત ની હડતાલ
Advertisement