અંકલેશ્વર: જુના કાંશીયા ગામની સીમમાંથી 11 ફૂટ લાંબો અજગરને જીવદયા પ્રેમીએ ઝડપી પાડ્યો હતો. ખેડૂતએ અજગર અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી સાથે રાખી રેસ્ક્યુ કરાયું હતું. અગાવ પણ આ ગામ માંથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું તો ચાલુ વર્ષે 5 જેટલા અજગર ઝડપાયા છે.
અંકલેશ્વર નજીક જુના કાંશીયા ગામની સીમમાંથી 11 ફૂટ લાંબો અજગર ઝડપાયો
અંકલેશ્વર તાલુકાના જુના કાંશીયા ગામની સીમ શંકુભાઈ વિશ્રામભાઇના ખેતરમાં અજગર દેખાદેતા તેમને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના વિસ્તરણ અધિકારી જે.પી. ગાંધી તેમજ જીવદયા પ્રેમી સુનિલ પરમાર, સંજય પટેલ, શૈલેષ વસાવા, અજય પટેલ, પાર્થ પટેલ, રોકી પરમાર, હિતેશ પટેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ખેતર માંથી અંદાજે 11 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. 15 કિલો વજનના મહાકાય અજગરને જીવદયા પ્રેમીની ટીમે પકડી લીધો હતો. અને અંકલેશ્વર શાલીમાર નર્સરી ખાતે લઇ આવી તેને વન વિભાગના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની તજવીજ આરંભી હતી.