ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા અપાયેલ મશીનથી તમામ રોગોનું સચોટ નિદાન…
અંકલેશ્વર પંથકનાં દર્દીઓ માટે વધુ એક અધતન સુવિધા…
અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા. ૨૦ મીનાં રોજ પ્રથમ અધતન એવાં અલ્ટ્રા સાઉન્ડ એફીનીટી મશીનનું ઉદ્ઘાટન થયું હતું. આ મશીનથી તમામ પ્રકારનાં રોગોનું સચોટ નિદાન થઈ શકશે.
જયાબેન મોદી હોસ્પિટલ વર્ષોથી સમગ્ર અંકલેશ્વર, હાસોટ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ ઉપરાંત ભરૂચના લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ છે. રાહતભાવે અને સરકારી યોજના સંલગ્ન પરિવારો માટે વિનામુલ્યે સારવાર આપતી જયાબેન મોદી હોસ્પિટલમાં ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા તમામ રોગોનું સચોટ નિદાન કરતાં રૂ. ૬૦ લાખની કિંમતનાં અલ્ટ્રા સાઉન્ડ એફીનીટી-૭૦ મશીનનું અનુદાન આપવામાં આવ્યું છે. જેથી નિદાન અને સારવારનું સચોટ પરિણામ દર્દીઓને મળી શકે. આ અધતન મશીનનાં ડાયરેક્ટર, ફાયનાન્સ એ.એમ.સુરાણ, HR મેનેજર યતીન છાયા, જયાબેન મોદી હોસ્પિટલનાં ટ્રસ્ટી કમલેશ ઉદાણી સહિત મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે કમલેશ ઉદાણીએ ગુજરાત ગાર્ડિયન કંપનીનો આભાર માનતાં જણાવ્યં હતું કે જયાબેન મોદી હોસ્પિટલ દર્દીઓને રાહત દરે અને સરકારી યોજનાઓ અંતર્ગત વિનામુલ્યે સારવાર આપે છે. આજે અધતન સારવાર માટે દર્દીઓને બહારગામ જવું પડતું હતું. હવે નિદાન અને સારવાર અહીંજ ઉપલબ્ધ છે કેન્સર જેવાં રોગોથી લઈ તમામ પ્રકારનાં રોગોની સારવાર આ અલ્ટ્રા સાઉન્ડ એફીનીટી અહીંજ થઈ શકશે એ સૌથી મોટી રાહત છે.