Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર માં બે અલગ-અલગ વિસ્તારોમાં દિન દહાડે બે મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી ચોર ફરાર

Share


(અંકલેશ્વર)
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરના બે અલગ-અલગ વિસ્તારોમાં દિન દહાડે બાઈક સવારો પોલીસને ચેલેન્જ મારતા હોય તેવી જ રીતે ફિલ્મ સ્ટાઈલમાં અંકલેશ્વરના વૃંદાવન શોપિંગમાં રહેતા મંજુબેન હિંમતભાઈ ડાયાભાઇ પટેલ અને કેશવ પાર્કમાં રહેતા શીતલબેન કનૈયાલાલ ચંદુભાઈ પટેલ ના ગળા માંથી દિન દહાડે ફિલ્મી સ્ટાઈલમાં સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા અગાઉ પણ આવી જ એક ઘટના ને બાઇક સવારોએ અંજામ આપ્યો હતો એ પણ હજુ પોલીસના સકંજામાં આવ્યા નથી અને આજે ફરી એકવાર દિનદાહદે એક નહીં પણ બે બે મહિલા ઓ લૂંટાઈ.મહીલા સુરક્ષા ની બાબતે પોલીસ વામણી પડતી હોય તેવું આજના બનાવ પરથી ફલિત થતું હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિક લોકો પોલીસની કામગીરી પર શંકા ઉઠાવી રહ્યો છે ચેન સ્નેચિંગ તો જાણે એક સામાન્ય વાત બની ગઈ હોય તેવી ચર્ચા ટોક ઓફ ઘી ટોઉન ચાલી રહી છે હવે જોવાનું રહ્યું કે આ બધા જ બનાવો નો ઉકેલ અંકલેશ્વર શહેર પોલીસ ક્યારે લાવશે ? આ બાબત ની ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર અસ્મિતા ગ્રુપ દ્રારા “ગ્રીષ્મપર્વ” અંતર્ગત સુરીલી સંધ્યાનું આયોજન કરાયું….

ProudOfGujarat

નડિયાદમાં 4 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!