અંકલેશ્વર તાલુકા પોલીસ હદ વિસ્તારમા આવેલી પાનોલી જીઆઇડીસીની શિવનાથ ઇન્ડ્રસ્ટ્રીશ પ્લોટ નંબર 18 15 કંપનીમાંથી ચોરી થવા પામી હતી તેમાં ચોર ઈસમોએ કંપનીમાં ઇલેટ્રીક મોટર નંગ-૨ તેમજ લોખંડની સી એફ ની પોલીંગ એક કુલ ૨૫ હજારનો ચોરી થવા પામી હતી કુલ્લે તાલુકા પોલીસે બે લાખ પિસ્તાલીસ હજાર ઉપરાંતની ચોરી નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનાની ફરિયાદ ભરતભાઈ કરસનભાઈ પટેલ રહેવાસી અંકલેશ્વર જીઆઇડીસી નાઓ એ તાલુકા પોલીસ મથક ખાતે આપી હતી આ પ્રકરણમાં છોટા હાથી ટેમ્પો નંબર GJ 27 U 5306 તેમજ એક હોન્ડા સાયન મોટરસાયકલ નંબર GJ 16 AS 7745 કંપની પાસેથી બંને વાહનો બિનવારસી હાલતમાં મળી આવેલ હતા. આ ગુનોમાં તાલુકા પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં વિરુસિંહ લક્ષ્મણસિંગ જાતે રજપૂત. રહે એમ પી નગર કાપોદ્રા તાલુકો અંકલેશ્વર (2) ગોકુલ ઉર્ફે લંગડો લાલા ,રહેવાસી કાલી મંદિર રોડ મુકેશ ભરવાડ ના મકાનમાં બાકરોલ નાઓની તાલુકા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બંને આરોપીઓએ અગાઉ ચોરી કરી છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે ગુનાની તપાસ પી.એસ.આઇ વાય.જી ગિરનાર ચલાવી રહ્યા છે
અંકલેશ્વર તાલુકા પોલીસ હદ વિસ્તારમા આવેલી પાનોલી જીઆઇડીસીની શિવનાથ ઇન્ડ્રસ્ટ્રીશ પ્લોટ નંબર 18 15 કંપનીમાંથી ચોરી થવા પામી હતી
Advertisement