Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનો ગુંજારવ ખીલ્યો…

Share

સતત ચોથા વર્ષ ખેલૈયાઓનો મહેરામણ ઉમટ્યો…

ભાતીગળ વસ્ત્ર પરિધાન અને પારંપરીક ગરબાનાં તાલે ખેલૈયાઓની રમઝટ…

Advertisement

અંકલેશ્વર શહેરમાં સતત ચોથા વર્ષે યોજાયેલા ગુંજ ગરબા મહોત્સવની રમઝટ અનેરી જામી છે. શહેરમાં ગરબા આયોજનની શુન્યતાને ભરનાર ગુંજ મેગા નવરાત્રિ મહોત્સવને ખેલૈયાઓએ ભરપુર રીતે આવકાર્યો છે.

અંક્લેશ્વર શહેરની મધ્યમાં વિશાળ ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગ વ્યવસ્થાથી સંપુર્ણ પણે ગરબા રસિકો માટે આદર્શ વાતાવરણ પુરૂ પાડનાર ગુંજ સોશીયલ ગ્રુપ આ વખતે પણ ખેલૈયાઓનું પસંદીદા આયોજન બની રહ્યું છે. ટીકુ તલસાણિયા, આરતી સોની જેવાં સિને કલાકારોની ઉપસ્થિતિ ઉપરાંત લોકો સાથે ગરબે ઘુમવાની તેઓની ઉષ્કટ ઇચ્છા ગુંજ મેગા નવરાત્રિ મહોત્સવમાં સંતોષાઈ રહી છે. સુરીલા ગાયકવૃંદ “ સ્વરગુંજન “ નાં સથવારે નોરતાની માઝમ રાતનો આનંદ ખેલૈયાઓ મનમુકીને માણી રહ્યાં છે.

ભાતીગળ વેશભુસા, પારંપરિક જુના અને નવા ગરબાનાં અદભુત સમન્વય વચ્ચે ગુંજ મેગા નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓનો અદમ્ય ઉત્સાહ દર્શકોને પણ માતાજીની ભક્તિનો આહલાદક અનુભવ કરાવી રહ્યાં છે. ગુજરાતની ગરવી અસ્મિતા અને સાંસ્કૃતિક ધરોહરનાં પ્રતિક સમા ગુંજ ગરબા મહોત્સવની લોકોમાં પણ અદમ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મોડી રાત્રિ સુધી ગુંજ ગરબા મહોત્સવના આ મેગા ઉત્સવમાં લોકો મનમુકીને ગરબે ઘુમી રહ્યાં છે.


Share

Related posts

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!