અંકલેશ્વર જીઆઇડીસીમાં ગતરોજ સાંજે નીલકંઠ ઓરગેનીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોઈ અગમ્ય કારણસર બીટા પ્લાન ની અંદર ધડાકાભેર આગ ફાટી નીકળી હતી આ આગ કાબૂમાં લેવા માટે જીઆઇડીસીના ડી પી એમ સી ના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી કંપનીના ભારે નુકસાન પહોંચ્યું હતું આગને લીધે કંપનીના કામદારોને કોઈપણ જાતનું નુકસાન પહોંચવા પામ્યું નથી આથી કંપનીને લાખનું નુકસાન થવા પામ્યું છે આ ઘટના ની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
Advertisement