Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન…

Share

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું તાજેતરમાં રાજસ્થાનના જયપુર શહેરમાં યોજાયેલ ઓલ ઈન્ડીયા બ્રાહ્મણ ફેડરેશન સેમીનારમાં વિશેષ સન્માન કરાયું હતું.

જયપુર ખાતે બ્રાહ્મણ સમાજની સાંપ્રત પરિસ્થીતી તમામ ક્ષેત્રોમાં બ્રાહ્મણોની અવગણના તથા સંકલનનાં મુદ્દાઓ પર વિષેશ પરિસંવાદ યોજાયો હતો. આ સેમીનારમાં ૨૯ રાજ્યો અને ૯ કેન્દ્રશાસીત પ્રદેશોના ૨૫૦ થી વધુ બ્રહ્મ સમાજના આગેવાનો-નેતાઓ હાજર રહ્યા હતા અને સાંપ્રત સ્થિતિ અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. જેમાં અંકલેશ્વર નગર પાલિકાનાં વિપક્ષી નેતા અને કોંગ્રેસ અગ્રણી ભુપેન્દ્ર જાનીને અતિથિ વિષેશ તરીકે મંચ પર સ્થાન આપી તેમનું વિશેષ સન્માન કરાયું હતું. ભુપેન્દ્ર જાનીના સન્માન બદલ અંકલેશ્વર બ્રહ્મ સમાજે ગૌરવની લાગણી અનુભવી છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.

ProudOfGujarat

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરૂ થશે આ સર્વિસ

ProudOfGujarat

“લોકશાહી બચાવો”ની માંગ સાથે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!