Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

કોપર વાયર ની ચોરી કરતી ગેંગના સાગરીતો ઝડપાયા….

Share

મુળ પરપ્રાંતિય રહેવાસીઓ પરંતુ હાલ અંકલેશ્વર અને વડોદરા ખાતે રેહતા ચાર આરોપી ઝડપાયા…

બે વાહન તેમજ રૂ. ૪ લાખ ઉપરાંતની કિંમતનો કોપર વાયર જપ્ત…

Advertisement

ભરૂચ જીલ્લામાંથી અવર-નવર કોપર વાયરની ચોરી અંગેના બનાવો બની રહ્યા છે ત્યારે તાજેતરમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે આવા બનાવોમાં સંડોવાયેલા ચાર આરોપીઓની અટક કરેલ છે. તેમની પાસેથી બે વાહન અને રૂ. ૪ લાખ ઉપરાંતની કિંમતનો કોપર વાયર જપ્ત કરવામાં આવેલ છે. આ અંગે ની વિગત જોતા વડોદરા રેન્જ પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા તેમજ ઈ. ભરૂચ જીલ્લા પોલીસ વડા એલ.એ.ઝાલા ની સુચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસના આર.કે.ધુળિયા તથા સ્ટાફના માણસોએ જુદી-જુદી ટીમ બનાવી કામગીરી કરતા કોપર વાયર ચોરી કરતા ગેંગના ચાર સાગરીતો ઝડપાયા હતા. જેમા સત્તારશાહ મલંગશાહ દિવાન રહે. સાલેહપાર્ક પાલેજ , અજયભાઈડ ભવરલાલ મીણા રહે. સાઈદર્શન પાનોલી મુળ રહે. ટોકર ચોરાહા બોહરા ગણેશજી જીલ્લો ઉદયપુર, છોટેલાલ કવલુભાઈ વર્મા રહે. સાઈદર્શન પાનોલી મુળ રહે. મુખલીસપુર જીલ્લા આઝમગઢ યુ.પી , નીસારએહમદ નબીએહમદ  પઠાણ રહે. બસેરા કોમ્પ્લેક્ષ વાસણા રોડ વડોદરા મુળ રહે. બઠીયા ભેંસાઈધક્કનડીવા જીલ્લા બલરામપુર ઉત્તરપ્રદેશ આ ચાર આરોપી પાસેથી કોપર વાયરના બંડલ નંગ ૧૪ કુલ વજન ૯૮૦ કિ.ગ્રા કિંમત રૂ. આશરે ૪ લાખ ૪૧ હજાર , પીક અપ ફોર વ્હીલ ગાડી, મારૂતિવાન વગેરે મળી આશરે ૮ લાખ ઉપરાંતની મતા પોલીસે જપ્ત કરેલી છે.


Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પટેલે પ્રથમ ક્ર્મ હાંસિલ કર્યો.

ProudOfGujarat

ગણેશ સુગર ફેકટરીનાં સભાસદોનો હલ્લાબોલ : અન્ય શુગર ફેકટરીઓ કરતા ઓછો ભાવ અપાયો હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!