Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખોડલધામ મહિલા કમીટી ,અંકલેશ્વર ની બહેનો તેમના સમાજ અને શહેર માટે અનેકવિધ સેવાકિય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહી છે

Share

ખોડલધામ મહિલા કમીટી ,અંકલેશ્વર ની બહેનો તેમના સમાજ અને શહેર માટે અનેકવિધ સેવાકિય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે આ સેવાકિય કર્યો ના ફંડ માટે અને નવરાત્રી ના નવલા પર્વને વધાવવા માટે તેઓએ બે દિવસ માટે નવરાત્રી એક્સહીબિશન નું આયોજન કરેલું છે અને તેની ઓપનિંગ સેરીમનીમાં ખોડલધામ મહિલા કમીટીના કન્વીનીયર જયશ્રીબેન અમીપરા તેમજ મનીષાબેન દુધાત અને લેઉવા પટેલ સમાજ ના ઉપપ્રમુખ અશોકભાઈ ચોવટિયા તેમજ ખોડલધામ અંકલેશ્વરના કન્વીનર નીતનભાઈ પટેલ,નેત્રંગ તાલુકા ખોડલધામ કન્વીનર અતુલભાઈ પટેલ,જિલ્લા સહ કન્વીનર જયશીલભાઈ પટેલ અને અંકલેશ્વર ની તમામ સેવાકિય સંસ્થાઓના લેડી લીડરો હાજર રહ્યા હતા..અને બધાએ આ સુંદર કાર્યને બિરદાવ્યું હતું અને ખોડલધામ મહિલા કમીટી આગળ વધુ ને વધુ સફળતા મળે તેમજ સમાજ અને શહેરની સેવામાં સહભાગી બનતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી…આ એક્સહીબિશન માં સુરત,બરોડા,અમદાવાદ ના અતરંગી ચણિયાચોલી,કુરતીઓ, જ્વેલરી અને અનેક એસેસરીઝનો સમન્વય જોવા મળ્યો હતો…આ પ્રદર્શનને માણવા ઘણું માનવ મહેરામણ ઉમટયું હતું ..આ પ્રદર્શન માં એક સ્ટોલ મંદ બુદ્ધિના બાળકોએ જાતે બનાવેલી ડેકોરટીવ આઇટમોનો પણ મુકવામાં આવ્યો હતો અને તેમાંથી એકત્ર થયેલ રૂપિયા આ મંદ બુદ્ધિના બાળકો માટે વાપરવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું…
આ એક્સહીબિશન ને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરપર્સન શારદાબેન તાલપરા,સ્મિતાબેન વિરડીયા અને નીતાબેન સુતરિયા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગૌવંશનું કટીંગ કરતાં ચાર શખ્સને 165 કિલો ગૌ માસના જથ્થા સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!