અંકલેશ્વર: અંકલેશ્વરના ગામ તળાવની બાજુમાં 6.30 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાથી સજજ લેક પાર્ક બનાવાશે. એક વર્ષમાં તૈયાર થનારા લેક પાર્કનું ગણેશ ચતુર્થીના શુભ અવસરે ભૂમિપૂજન કરાયું હતું. શહેર મધ્યે આવેલ ગામ તળાવની બાજુમાં અંદાજિત 6.03 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાર્કની ખાતમહૂર્ત વિધિ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજવામાં આવી હતી. લેક પાર્ક બનવાથી નગરજનો એક રમણીય ફળવા લાયક સ્થળ મળી રહેશે.
જોગિંગ ટ્રેક, ફૂડ ઝોન, લાઇટિંગ સહિતની સુવિધા ઊભી કરાશે
આ પ્રસંગે પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી સમિતિના માજી ચેરમેન સંદીપ પટેલ, ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, ઉપ પ્રમુખ નિલેશ પટેલ,કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા, પ્રદીપ પટેલ, કલ્પનાબેન મેરાઈ સહીત પાલિકા સભ્યો તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. અંકલેશ્વર નગરમાં મનોરંજન માટેના જુજ સાધનો ઉપલબ્ધ છે ત્યારે લેક પાર્કના કારણે શહેરના લોકોમાં નવું આર્કષણ ઉભું થશે. એક વર્ષના સમયગાળામાં લેક પાર્કનું લોકાર્પણ કરી દેવાનું આયોજન છે.
પ્રોજેક્ટ કેવો હશે
લેક પાર્કમાં 2 જોગિંગ ટ્રેક, ફૂડ ઝોન, પાર્ક, ચિલ્ડ્રન પ્લે પાર્ક,બ્યુટીફીકેશન, એલઇડી લાઈટ, કસરતના સાધનો સહીત ઓપન જીમ, સીસીટીવી કંટ્રોલ રૂમ, ટોયલેટ બ્લોક, વરસાદી પાણીના નિકાલ પાકી કાંસ અને તેના પર કાર્પેટ રોડ અને કલાત્મક એન્ટ્રસ ગેટ… Courtesy