અંકલેશ્વર સ્થિત લુપીન લિમિટેડનાં વાઈસ પ્રેસિડન્ટ ડી.એમ.ગાંધી ને ભારતરત્ન ડૉ. અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ થી સન્માનિત કરાયાં છે.
ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી દ્વ્રારા આગામી તા. ૨૯ સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હી ખાતે ઈન્દીરા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે “ ઇકોનોમિક ગ્રોથ એન્ડ નેશનલ ઈન્ટ્રીગ્રેસન “ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરાયું છે. સાથે સાથે જ આ સેમિનાર બાદ ભારતરત્ન ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ ૨૦૧૮ “ પણ એનાયત કરાનાર છે જેમા શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોને ગોલ્ડ સ્ટાર એવોર્ડ એનાયત કરાશે. ભારત રત્ન ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ ૨૦૧૮ અંતર્ગત લુપીનના વાઈસ પ્રેસિડન્ટ ડી.એમ.ગાંધી ને પણ ગોલ્ડ સ્ટાર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી એ કરતાં અંકલેશ્વર ઉધોગજગતમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકા ઉપરાંત દુર-સુદુરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ CSR અંતર્ગત વિવિધ સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃતિમાં સક્રિય રહીને લુપીન હ્યુમન રિસર્ચ એન્ડ વેલફેર ફાઉનન્ડેશન LHRWF અંતર્ગત રસ લેતાં ડી.એમ.ગાંધી ને આ એવોર્ડ બદલ ઉધોગજગતને અભિનંદન પાઠવ્યા છે.