Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ…

Share


અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા શનિવારના રોજ સ્વછતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનાં સૂત્રો અને ચિત્રો સાથેનાં પ્લેકાર્ડ,બેનર સાથે ફર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો કરી શહેરીજનોમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ રેલીમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિમીષા પટેલ તથા શિક્ષકો ઐશ્વરીયા પિલ્લઇ, દિવ્યેશ સોલંકી, સના શેખ, દુર્ગા રાવલ તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીએ આકર્ષણ જમાવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે ધોળા દિવસે લાખ્ખોની ચોરી ૨૪ કલાક બાદ નોંધાણી એફ. આઇ. આર

ProudOfGujarat

સંસ્કૃતમાં પલાશ અને ગુજરાતીમાં ખાખરા તરીકે ઓળખાતો કેસૂડો ધૂળેટીનું પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે,અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસૂડાના ફુલો વીના કેસૂડાના રંગોત્સવની ઉજવણી અધૂરી જ ગણાય…..

ProudOfGujarat

કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગરનાળામાં સ્કુલ બસ ફસાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!