બે વર્ષમાં ૧૨૭ વિધ્યાર્થીઓને SSC ની પરિક્ષા અપાવી ઉતીર્ણ બનાવી
અંક્લેશ્વર સ્થીત રોટરી ક્લબ દ્વારા અનેક સેવાકીય પ્રવ્રૃતિઓ સાથે ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીઓને ભણતર તરફ વાળવાનાં પણ પ્રયાસો કરાયાં છે
રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર દ્વારા રોટરી ફાઉન્ડેશન અને ઝગડિયાં ઈન્ડ્સ્ટ્રીઝ એસોસીએશનનાં તેમ જ ONGC નાં સહયોગથી આ પ્રવ્રૃતિ ચલાવવામાં આવે છે જેમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં રોટરી ફાઉન્ડેશનને ૧૦૦ વર્ષ પુર્ણ થતાં ડ્રોપ આઉટ લેનાર ૧૦૦ વિધ્યાર્થીઓને રોટરી ક્લબ ભગિની સંસ્થા ઈનરવ્હીલ ક્લબનાં મીરાં પંજવાણી નવા ટીમે તમામ પ્રકારની સહાય આપીને SSC પરિક્ષા અપાવી હતી.આ પરિક્ષામાં ૮૦ વિધ્યાર્થીઓ ઉતીર્ણ થઈ હતી. ઉતીર્ણ ન થઈ શકનાર વિધ્યાર્થીનીઓએ પુન: પ્રયાસની ખાતરી આપી હતી .જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ માં ૫૪ વિધ્યાર્થીઓ પૈકી ૪૭ વિધ્યાર્થીનીઓ SSC ની પરિક્ષામાં પાસ થઈ હતી.
આમ બે વર્ષમાં રોટરી ક્લબ ઈનરવ્હીલ ક્લબ દ્વારા ૧૨૭ વિધ્યાર્થીનીઓ SSC ની પરિક્ષામાં ઉતીર્ણ થઈને પગભર બનવા તરફ પ્રયાસ કરી રહી છે જે સાચે જ એક આનંદ દાયક સેવાકાર્ય છે. આગામી વર્ષમાં પણ આ દિશામાં વધુ ને વધુ પ્રયત્નો કરી ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીનીઓને પાસ આઉટ કરવાની ઝુંબેસ ચાલુ રહસે એમ મીરાં પંજવણીએ જણાવ્યું હતું.