અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુના ધંતુરીયા ગામની સીમમાંથી બે નંબરનો ડીઝલનો મોટો જથ્થો મળી અવ્યો હતો. આ ડીઝલનો જથ્થો બુલેરોમાં વહન થતો હતો. પોલીસે ડીઝલનો જથ્થો અને બુલેરો પિકપ વાન મળી કુલ રૂ. ૩,૯૪,૦૩૦/- ની મતા જપ્ત કરી એક આરોપી ઝડપી પાડ્યો હતો. આ અંગે વિગતે જોતા અંકલેશ્વર રૂરલ પોલીસ ઈન્ચાર્જ સબ ઈન્સપેક્ટર એસ.એન.દેસાઈ ને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા એક બુલેરો પિકપ ગાડી ઝડપાઈ હતી જે જુના ધંતુરીયા ગામની સીમામાંથી ઝડપાઈ હતી. પિકપ વાના નો નં-GJ-16-A U-2061 જણાયો હતો જેનો ડ્રાઈવર અને આ બનાવનો આરોપી રાહુલ દેવચંદ પટેલ રહે. નવા ધંતુરીયા રામનગરનો હોવાનુ જણાયુ હતુ. બુલેરો માંથી પ્લાસ્ટીકના કારબા નં-૧૭ ઝડપાયા હતા જેમા કુલ ૫૯૫ લિટર ડીઝલ હતુ જેની બજાર કિ. રૂ. ૪૪,૦૩૦/- જેટલી અને બુલોરો પિકપ વાન કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૯૪,૦૩૦/- ની મતા પોલીસે જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જુના ધંતુરીયાની સીમમાંથી બે નંબરના ડીઝલનો જથ્થો મળી આવ્યો …
Advertisement