સમગ્ર ગુજરાત રાજ્યમાં તલાટી મંડળો દ્વારા તલાટી કમ મંત્રી ની સમસ્યાઓને વાચા આપવાના કાર્યક્ર્મનાં ભાગ રૂપે આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે. ભરૂચ જીલ્લાના વડા મથક ખાતે ભરૂચ જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. તે જ રીતે અંકલેશ્વર ખાતે પણ તંત્રને આવેદન પત્ર પાઠવી તલાટી કમ મંત્રી ની સમસ્યાઓ જેવી કે પગાર ધોરણ બળતી અંગે ના નિયમો તેમજ ફીક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ની સમસ્યાઓને વાચા આપતુ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે આવેદન પત્રમાં નવી પેન્સન નીતી ને રદ કરી જુની પેન્સન નીતી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે.
Advertisement