અંકલેશ્વર: સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે કેરળની મુલાકાત લીધી હતી. પૂરગ્રસ્ત વિસ્તારનાં પીડીતો માટે સહાય અને સંકલનની કામગીરી હાથ ધરી હતી. પૂરગ્રસ્ત વિસ્તારો ફરી લોકો તકલીફોને સાંભળી હતી. એચએમપી ફાઉન્ડેશનના માધ્યમથી જરૂરી સહાય સામગ્રી લોકોને સ્વયંમ હસ્તે આપી હતી.
HMP ફાઉન્ડેશનના માધ્યમથી જરૂરી સહાય સામગ્રી લોકોને આપી
સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે તેમની ટીમ સાથે કુરૂમણિ, ક્લાપેટ્ટા બ્લોક સ્થિત એક નાના ગામ, જે વાયનાડ જિલ્લામાં પદ્દેશરાજરા ગ્રામ પંચાયતમાં આવે છે. ત્યારબાદ તેમણે એમની સંસ્થા HMP ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પૂર રાહત સંગ્રહ કેન્દ્રની મુલાકાત લીધી અને વાયનાડ, પોઝ્યુથુનામાં આસપાસના અનુસૂચિત જનજાતિના જંગલોના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અંબા, સુગંધીગીરી વિસ્તાર અને અનાથોમ્મારની યાત્રા કરી જ્યાં ભૂસ્ખલનને કારણે લોકોએ તેમના ઘર ગુમાવ્યા છે.
ફૈઝલ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે, પીડીતો અને ઘર ગુમાવનારાઓમાં અડધાથી વધુ બાળકો હતા. જે કટોકટીમાં હંમેશા સૌથી વધુ સંવેદનશીલ હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુલાકાતનો ઉદ્દેશ ઇમરજન્સી રીલીફ ઓપરેશન્સ, લોજિસ્ટિક્સ અને આયોજનનું સંચાલન અને સંકલન કરવાનો હતો. તેઓ ઓપ્ટીઝમનાં રોગથી પીડાતી અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરતી બાળકીનાં પિતાને મળ્યા. તેઓ હાલ આ કુટુંબને મદદ કરવા પર કામ કરી રહ્યા છે. આ નુકશાન અને બરબાદી જોઈ વ્યથિત હતા. 300 કિલોમીટરથી વધુ પ્રવાસ પર સહયોગીઓ સાથે ચર્ચા કરી કે કેવી રીતે આ સૌને વધુ મદદરૂપ બની શકાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા…