અંકલએશ્વર સ્થિત અગસ્તિ અકેડમીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી ગુરૂવારના રોજ કરવામાં આવી હતી.
અંકલેશ્વરની અગસ્તિ અકેડમી શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જ્ઞાન બાળકોમાં સીંચે છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણીની સાથે-સાથે સંસ્થા દ્વારા આ પર્વના મહત્વથી પણ વિધ્યાર્થીઓને માહિતગાર કરાય છે. ગુરૂવારે સંસ્થા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાંસ્કૃતિક પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં મટકીનો કલાત્મક શણગાર, શ્રી કૃષ્ણ અને ગોપ-ગોપીઓની વેશભુષા સાથે વિધ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મને મટકી ફોડી વધાવ્યાં હતા અને શ્રધ્ધા-ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.
Advertisement