Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

Share

અંકલેશ્વર નગરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટે નવા પાંચ ટેમ્પોની લોકાર્પણવિધિ પાલિકા ખાતે યોજાઈ હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા GUDCI નેજા હેઠળ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે પાંચ નવા ટેમ્પો ફાળવ્યાં છે. જેની લોકાર્પણવિધિ ગુરૂવારે યોજાઈ હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપપ્રમુખ નીલેશ પટેલ, સહિત સભ્યો અને શહેર ભાજપના સંગઠનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. સંદીપ પટેલે જણાવ્યું હતું કે આ પાંચ નવા ટેમ્પો આવતાં નગરનાં દરેક વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવાનાં ધ્યેયમાં વધુ સરળતા આવશે. નગરજનો પણ આ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સેવાનો લાભ લે તેવી તેમણે અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : કરજણ નેશનલ હાઇવે 48 પર ભારદારી ઓવરલોડેડ ટ્રકએ ધડાકાભેર એંગલ તોડી.

ProudOfGujarat

સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.

ProudOfGujarat

ભરૂચ : પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે સ્માર્ટ ટી.વી. એનાયત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!