Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

રિક્ષામાં વહન થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ત્રણ આરોપીઓ અને રૂપિયા ૫૬,૧૪૩/- નો મુદ્દામાલ જપ્ત …

Share

અંકલેશ્વર તાલુકાનાં માંડવા ગામ ખાતે થી રિક્ષામાં વહન  થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો હતો તા. ૨૬/૮/૧૮ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે બનેલ બનાવની ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસના સુત્રો ના જણાવ્યા અનુસાર અને ફરીયાદી અ.હે.કો અમરસિંહ ગોવિંદભાઈ ની પોલીસ ફરીયાદ મુજબ આરોપી મનોજ રઘુભાઈ જાગીડ ઉ.વર્ષ. ૩૨ મુળ રહે.મોતીપુરા જી.નાગૌર રાજસ્થાન હાલ રહે. નવા કાસીયા તા. અંકલેશ્વર, મુકેશ રઘુભાઈ જાગીડ ઉ. વર્ષ ૨૪ મુળ રહે. ઉપર મુજબ તેમજ ધર્મેશ સુરેશભાઇ વસવા ઉ.વર્ષ ૨૫ રહે. વસાહત નવા કાસીયા અંકલેશ્વર રિક્ષા નં.GJ-16-Y- ૭૦૮૧ માં ભારતીય બનાવટના વિદેશી દારૂ લાવી ગેરકાયદેસર રીતે ૭૫૦ મી.લી કાચની બોટલ નંગ.૧ કિ.રૂ.૭૮૬/- તેમજ ૬૫૦ મી.લી બીયર નંગ ૩ કિં.રૂ.૩૫૭/- રિક્ષામાં વહન કરતા હતા પોલીસે રિક્ષા સહિત દારૂ અને બીયરનો જથ્થો મળી કુલ રૂ. ૫૬,૧૪૩/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે આ બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધરણા પ્રદર્શન.

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રૂપિયા ૨ હજાર ની લાંચ લેતા ભરૂચ એ સી બી ના હાથે ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!