કેરેલાનાં પીડીતો માટે રૂ.૧૦ લાખની સહાય મોકલશે…
દેશમાં કુદરતી આફતોમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવાં કેરેલાનાં હાલ અત્યારે દયાજનક છે ત્યારે અંકલેશ્વર કેરેલા-મલયાલીસમાજે પણ સહાયનો ધોધ વહાવ્યો છે.
કેરેલામાં હાલ ૧૨ જીલ્લાઓમાં હજારો કરોડની ખાનાખરાબી સર્જાઈ છે. અને લાખો લોકો બેઘર બન્યાં છે. અંકલેશ્વરમાં પણ મોટી સંખ્યામાં કેરેલાનાં રહેવાસીઓ નોકરી ધંધા અર્થે વસ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે તેઓને કેરેલામાં વસતા પોતાના પરિવારજનો અને સગાસંબધીઓ તથા અન્યો માટે ચિંતાની લાગણી થઈ રહી છે. કુદરતી પ્રકોપનો ભોગ બનેલાં કેરેલાનાં ભાઈભાંડુઓને મદદરૂપ થવા અંકલેશ્વર નાં કેરાલિયન સમાજે કમર કસી છે કેરેલાનાં મલયાલી સમાજનાં અંકલેશ્વરનાં અગ્રણી સુગુનન રામકૃષ્ણએ જણાવ્યુ હતું કે અમે ઓનમની ઉજવણી રદ કરી છે અને એમાં વપરાતાં નાણાં ઉપરાંત અન્ય નાણા ઉઘરાવીને રૂ.૧૦ લાખની રોકડ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં આપીશું જેનાથી વિસ્થાપિતોને નવા મકાન મળી રહે.
નોંધનીય છે કે કેરેલાનાં લોકોને માટે હાલ સમગ્ર દેશમાંથી વસ્ત્રો, ભોજન સામગ્રી વગેરે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરવાઈ રહ્યા છે અને હવે તેઓનાં રહેઠાળનો પ્રશ્ન ઊભો થશે ત્યારે રોકડ સહાયનીજ વધુ જરૂર પડશે આથી અંકલેશ્વર મલયાલી સમાજ દ્વારા રોકડ સહાય પર જ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.