:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત ૧૪ ઓગસ્ટ ના રોજ બપોર ના સમયે અંકલેશ્વર શહેર ના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ આઈ સી આઈ સી આઈ બેન્ક માં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક ના કર્મચારી કામમાં હતા..તે દરમિયાન ગઠિયા દ્વારા 2000ની નોટ ના 10 બંડલ 500 ની નોટ નું એક બંડલ એમ કુલ મળી 20લાખ 50 હજારની ઉઠાંતરી કરી ગયા હોવાની વિગતો સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…..
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર મામલા અંગે ની તપાસ હાથ ધરતા ફૂટેજ માં દેખાતો શંકાસ્પદ ઇસમ ધોરાજી ના ફરેણી ગામ નો હોવાનું જણાઈ આવતા લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે તેને ઝડપી પાડી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે થોડા દિવસો અગાઉ અમદાવાદ થી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી અલગ અલગ બેંકો માં જઇ ફોન ઉપર વાત કરવાનો ઢોગ કરી બેંક ના કર્મચારીઓની હરકત ઉપર ધ્યાન રાખી તેઓની નજર ચૂકવી ચોરી કરતો હતો..જે બાબતે પોલીસે અમિત ગોપાલ ભેસાણીયા ની ધરપકડ કરી તેની પાસે થી અંકલેશ્વર ICICI બેંક માંથી ચોરી કરેલ રોકડા રૂપિયા ૧૫ લાખ ૨૪ હજાર ૫૦૦ તથા સોના ના દાગીના કી.રૂ.૩ લાખ ૨૫ હજાર ૫૮૨ તેમજ સોની પાસે જમા કરાવેલ ૨૫૦૦૦ ના દસ્તાવેજો .એક મોબાઇલ ફોન .એક મોટરસાયકલ મળી કુલ ૧૮ લાખ ૯૫ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી………
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી આ અગાઉ અમદાવાદ માં લેપટોપ ચોરીના ગુનામાં તેમજ સુરત માં મોટરસાયકલ ચોરીના ગુના કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી….