હાંસોટ તાલુકાના રોહીદ ગામના ખેડૂતો જંગલી ભૂંડે (ડૂક્કર) કરેલા ખેતીના નુકસાનનાં ત્રાસથી કંટાળીને તેનાથી બચવા માટે તથા ભૂંડે કરેલાં નુકસાન થી સરકાર તરફથી કોઈ મદદ મળે તે હેતુથી આજરોજ હાંસોટ મામલતદાર શ્રી તથા ટી. ડી. ઓ. ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી…
Advertisement
છેલ્લા કેટલાક સમયથી હાંસોટ તાલુકામાં જંગલી ભૂંડો એ ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે તેનાથી બચવા માટે સરકાર કોઈ પગલાં ભરે અને ભૂંડો એ કરેલા નુકસાન ના બદલામાં સરકાર તરફથી કોઈ મદદ મળે તે હેતુથી આજ રોજ હાંસોટ તાલુકાના રોહીદ ગામનાં ખેડૂતોએ હાંસોટ મામલતદાર શ્રી જે. ડી. રાઠવા તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી વી. જી. નાઈક ને આવેદન પત્ર પાઠવી આ બાબતે કૃષિ મંત્રી ને માહિતગાર કરી ભૂંડો નાં ત્રાસથી છુટકારો મળે અને યોગ્ય વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી