ગત રાત્રીના હાંસોટ પોલીસ સ્ટેશન ના પી. આઈ. ડી. એ. ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે અલ્ટ્રો ફોર વ્હીલ કાર નો ચાલક હાંસોટ અંભેટા રોડ પર ઉભેલ મારૂતિવાન વાળા ને ઇંગ્લીશ દારૂની ડિલીવરી આપવા માટે આવવાનો છે તેના આધારે હાંસોટ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ દિપક ભાઈપાટીલ, બળવંત ભાઈ, ભૂરા ભાઇ, વિનોદભાઇ, વીરપાલ સિંહ તથા રાજેશભાઇ નાઓ બાતમી વાળી જગ્યાએથી આરોપી કૈલાશ ગોપીજી ગુર્જર રહે નવા તળીયા તા. અંકલેશ્વર જી ભરૂચ તથા સુખલાલ પન્નાલાલ ગુર્જર રહે વઘવાણ તા. હાંસોટ જી. ભરૂચ બંને મુળ રહેવાસી રાજસ્થાન ની સફેદ રંગની અલ્ટ્રો જી. જે. ૧૬ બી. જી. ૫૪૯૭ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા મારુતિ વાન જી. જે. ૧૬ સી. બી. ૧૩૪૦ કિમત રૂપિયા ૨,૨૫,૦૦૦ તથા પાર પ્રાંતીય ૧૮૦ મીલી. ની ૩૮૪ બોટલ કુલ ૩૪,૫૬૦ આમ કુલ ચાર લાખ દસ હજાર બસો સાહીઠ રૂપિયા ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ ને ઝડપી પાડી પ્રોહી. એકટ મુજબનો કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા સુખલાલ ગુર્જર અગાઉ પણ ઇંગ્લિશ દારૂ ની હેરફેરમાં સંડોવાયેલ હોય વાપી પોલીસ સ્ટેશનમાં વૉન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે
હાંસોટ પોલીસે બાતમીના આધારે અંભેટા ગામનાં રોડ પરથી પર પ્રાંતીય દારૂ અને બે ફોર વ્હીલર મળી કુલ ચાર લાખથી વધુ મુદ્દા માલ સહિત બે આરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
Advertisement