અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં હાઈ કોર્ટ ના અપાયેલ હુકમ મુજબ બિન જરૂરી અને સંભવિત ગેરકાયદેસર ના પાઇપ લાઈન ના જોડાણો શોધી દૂર કરવાની કામગીરી જે ચોમાસા ની ઋતુ માટે બન્ધ કરવામાં આવી હતી તે કામગીરી આજ થી ફરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં આવેલ A પંપીંગ સ્ટેશન ની પાસે આવેલ જૂની પાઇપ લાઈન દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી રહી છે.
આજની ચાલી રહેલ કામગીરી માં અંકલેશ્વર નોટિફાઈડ . Gpcb ના અધિકારી NCT ના અધિકારીઓ અને એસોસિએશન ના ડ્રેનેજ કમિટી ના હોદ્દેદારો ની હાજરીમાં આ કનેકસનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
સ્થળ પર હાજર પોલ્યુશન બોર્ડ ના વિભાગીય અધિકારી ત્રિવેદી જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસ માં NCT ના ઇન લેટ માં જતા એફલુએન્ટ માં NH3 (એમોનિકલ નાઇટરેટ) માન્ય માપ દન્ડ થી થોડું વધારે જઈ રહ્યું છે અને સુધરી ગયેલ એફલુએન્ટ ના માપદંડ માં વધારે બગાડ ના થાય તેથી સાવચેતી ના પગલાં રૂપે ચોમાસા ની ઋતુ માટે બંધ કરેલ કામગીરી ફરીથી શરૂ કરી છે.અને બિનઉપયોગી તેમજ શંકાસ્પદ લાગતી પાઈપલાઈન દૂર કરીશું
હાઈકોર્ટે માં ચાલતી PIL ના અરજદાર અને પ્રકૃતિ શૂરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ કેશ ની સુનાવણી માટે ની તારીખ 23.08.18 છે જ્યાં અત્યાર સુધી થયેલ કાર્યવાહી નો રિપોર્ટ GPCB નોટિફાઈડ અને NCT ના અધિકારીઓ એ આપવાનું છે. અને તે રિપોર્ટ ના આધારે કોર્ટ આગળ ના હુકમ કે દિશા નિર્દેશ આપશે. NCT માં જતા એફલુએન્ટ માં સુધારો થયેલ હતો પરંતુ છેલ્લા 20 દિવસ ના રિપોર્ટ માં NH3 એમોનિકલ નાઇટરેટ માં માપદન્ડો માં થોડો વધારો થયેલ છે. જેમાં સુધારો થાય એવા પગલાં લેવા તંત્ર ને વિનંતી છે.*_ ”
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા અગાઉ આ કામગીરી નો ઘણો વિરોધ થયો હતો અને તેની રજુઆત સાંસદ સભ્ય, રાજ્ય ના કેબિનેટ મંત્રી અને મુખ્ય મંત્રી ના કાર્યાલય સુધી ફરિયાદ થઈ હતી જેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી અને કોર્ટ માં સખ્ત ટિપ્પણી કરાઈ હતી
અગાઉ એસોસિએશન તરફથી રોડ રસ્તા અને પર્યાવરણ બગડે છે ,મોટો ખર્ચ થાય છે એ ચિંતા વ્યક્ત કરી હતી જોકે આજની કામગીરી માં નોટિફાઈડ ની ડ્રેનેજ કમિટી ના હોદ્દેદારો હાજર રહી સહકાર આપતા જણાયા હતા.