જે અંતર્ગત શહેરમાં સૌપ્રથમવાર મીરાનગર વિસ્તાર ના રહીશ રાજકિશોરસિહ નુ corneal transplant ઓપરેશન કરવામાં આવ્યું હતું. 59 વષીય રાજકિશોરસિહ ને ડાબી આંખ મા કેટલાક વર્ષો પહેલા ઈજા ના કારણે કીકી સફેદ થઈ જવાથી દ્રષ્ટિ ગુમાવવી પડી હતી . એ ઉપરાંત એમની જમણી આખમા પણ દ્રષ્ટિ ઝાંખી છે. કીકી ના સફળ પ્રત્યારોપણ બાદ એમની 60% દ્રષ્ટિ પાછી મળેલ છે.
નોંધનીય છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં જી સી નાહર रोटरी આઈ બેન્ક ભરૂચ જીલ્લા ની સૌપ્રથમ આઈ બેન્ક છે જે ચક્ષુ દાન મેળવવા થી લઈને એને જાળવવા નુ અને જરુરીયાત્ મંદ દદી ને અગ્રતાકૃમ મુજબ જયાબેન મોદી હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવા સુધીની અધતન સુવિધા ધરાવે છે.
અંકલેશ્વર તથા આસપાસના લોકો મા વધારે મા વધારે ચક્ષુ દાન જાગૃતિ અને કીકી ના રોગો ની સારવાર શક્ય બનાવવા જી સી નાહર रोटरी આઈ બેન્ક અને જયાબેન મોદી હોસ્પિટલ ના સભાસદો પ્રતિબધ્ધ છે.