અંક્લેશ્વર સ્થિત RMPS સ્કુલમાં કોઇ પ્રખ્યાત નેતા કે રાજકારણીથી અલગ ચીલો ચાતરતાં અવોર્ડ વિનર દિવ્યાંગ મહિલા નિષ્ઠા ઠાકર આનંદના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ કરાયો હતો. નિષ્ઠા ઠાકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનાં રોગથી પિડાય છે અને વ્હીલચેર પર જ જીવન વીતાવે છે. તેમ છતા તેમણે IIM અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને ઋત્વિક રોશન, સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઈરાની જેવી નાંમાકિત હસ્તીઓ ઉપરાંત અનેક સંસ્થાઓએ મક્કમ મનોબળ તેમ જ તેમણે પ્રાપ્ત કરેલી સિધ્ધિઓ બદલ અવોર્ડથી સન્માનિત કરયાં છે.
આ ઉપરાંત અંક્લેશ્વર પબ્લિક સ્કુલ ખાતે યુનુસ પટેલ અને યોગેસ અંક્લેશ્વરીયાએ ધ્વજ વંદન કર્યું હતુ. તો સનાતન એકેડમી ખાતે ઓમકાર ગ્રુપનાં હસમુખભાઇ પટેલે તિરંગાને સલામી આપી હતી. અંક્લેશ્વર વાલિયા માર્ગ પર આવેલ સેન્ટ પોલ્સ સ્કુલ ખાતે લુપીન લિમિટેડ નાં HR વિભાગનાં જનરલ મેનેજર દિગંત છાયાએ ધ્વજ વંદન કર્યું હતુ. ભરૂચની માટલીવાલા સ્કુલ ખાતે ટ્રસ્ટી અહેમદભાઇ દ્વારા તિરંગાની સલામી આપવામાં આવી હતી. આ તમામ શાળાઓમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે વિશેષ સાંસ્ક્રુતિક અને રંગારંગ કાર્યક્રમો યોજાયા હતાં.