ભારતીય સમાજમાં દુધમાં સાકરની જેમ ભળીને દેશના વિકાસમાં પણ ખભેખભા મિલાવી પોતાનો શ્રેષ્ઠફાળો આપનાર પારસી સમુદાયને અહેમભાઇ પટેલે નવરોઝ-પતેતીની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે. રમુજી અને બુધ્ધીશાળી પારસી સમાજને તેમણે દેશના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર મહત્વના નાગરિક ગણાવી નવરોઝની મુબારકબાદી પાઠવી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે ધર્મ પ્રત્યેની આસ્થા માનવીય જીવન તેમજ સમાજને એક સુત્રે બાંધી રાખવામાં અને સહકાર સાથે સુખી સંપન્ન થવાનો માર્ગ ચીંધે છે. ત્યારે આ પર્વનો ત્રિવેણી સંગમ સમાજની સાથે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને ઉન્નતિ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે એવી શુભેચ્છા પાઠવી છે.
Advertisement