અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે જગડિયા રોડ પર આવેલી ખુલ્લી જગ્યાઓમાં ગામમાં જ બકરા પાડી પોતાનું ગુજરાન કરતી રેવાબેન રણજીતભાઈ વસાવા.ની 12 નાની મોટી બકરી તેમજ નિષાબેન નટવરભાઈ વસાવા ની 13 અન્ય લોકો ની બકરા બકરી પાણી પીવા માટે સુનિલ મુરજીભાઈ ના ખેતર પાસે આવેલ ખેતરની બાજુમાં દાદાનું બળદનું મોટર પાણી વાળી જગ્યાઓમાં ખેતરમાં છાંટી દવાઓની નાખી હતી એ પાણી પીવાથી તમામ બકરીઓ ના મોત થયા હોવાની ચર્ચા હતી કહેવાય છે કે આ અગાઉ ખેતર માલિકે ધમકી આપી હતી ને આજે આ ઘટનાને અંજામ આપીયો હતો. બકરીઓ મરવાના કારણે આ કુટુંબો પોતાની આજીવિકા ગુમાવી છે આ અંગે આદિવાસી સમાજના અગ્રણી મુકેશ વસાવા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે કડક પગલાં ભરે જેનાથી આવા મુંગા પશુઓની ઘાતકી હત્યા ન થાય ,આજના પર્યાવરણ દિવસે આ ઘટના થવાથી અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે હાહાકાર મચી જવા પામ્યો હતો. આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાના બકરા બકરીઓના મોત થયા છે.આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત
Advertisement